
ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની બીજી બેચ મંગળવારે રાત્રે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (JKSA) અનુસાર, વર્તમાન પરિસ્થિતિ વચ્ચે આ વાપસી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત લઈને આવી છે.JKSA એ જણાવ્યું કે વિદ્યાર્થીઓ દુબઈ અને શારજાહ થઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-996 અને AI-930 દ્વારા દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા. તમામ વિદ્યાર્થીઓ પોતાના ખર્ચે ભારત પરત ફર્યા છે. અત્યાર સુધીમાં 200 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનથી ભારત પરત ફર્યા છે, જેમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓની મોટી સંખ્યા છે.JKSA એ જણાવ્યું કે અઝરબૈજાન અને મસ્કત થઈને જતી કનેક્ટિંગ ફ્લાઈટ્સ સહિતની સિવિલ એવિએશન સેવાઓ પહેલા રદ થવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ સમયસર પાછા આવી શક્યા ન હતા. આ પહેલા 17 જાન્યુઆરીએ પણ ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનથી પરત ફર્યા હતા.
ઈરાનમાં ત્યાંની કરન્સી ‘રિયાલ’ ઐતિહાસિક રીતે નીચે ગગડવા અને મોંઘવારીના વિરોધમાં 28 ડિસેમ્બર 2025માં પ્રદર્શનો શરૂ થયા હતા. દેશના તમામ 31 પ્રાંતોમાં હિંસા ફેલાઈ ગઈ છે. આમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગના લોકો ગોળી વાગવાથી માર્યા ગયા છે.
આ પહેલા 17 જાન્યુઆરીએ પણ ઘણા ભારતીયો ઈરાનથી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા. આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. કેટલાક લોકો ભારત સરકારની પહેલથી પાછા ફર્યા, તો કેટલાક પોતાના ખર્ચે પાછા આવ્યા. દિલ્હી એરપોર્ટ પર પરિવારજનોને મળતા જ ઘણા નાગરિકો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.તેમણે જણાવ્યું કે હિંસા દરમિયાન ઈરાનમાં સ્થિતિ કેવી રીતે બગડી. ઈરાનથી પાછા ફરેલા જમ્મુ-કાશ્મીરના એક યુવકે કહ્યું, ‘ત્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હિંસક વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યા છે.’ઈરાનથી પાછી ફરેલી એક મેડિકલ સ્ટુડન્ટે જણાવ્યું કે ભારતીય દૂતાવાસે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે ખાનગી ફ્લાઇટથી પોતે દિલ્હી પહોંચી. ભારત સરકારે ગુરુવારે એડવાઇઝરી જારી કરીને ભારતીય નાગરિકોને પોતાના પાસપોર્ટ, વિઝા અને અન્ય જરૂરી દસ્તાવેજો હંમેશા પોતાની પાસે રાખવા જણાવ્યું હતું. ભારત સરકારના પ્રયાસોથી ખાનગી ફ્લાઇટ દ્વારા નાગરિકો પાછા ફર્યા છે.
JKSA એ પણ જણાવ્યું કે તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સતત વાતચીત ચાલી રહી છે. ફ્લાઇટ ઓપરેશન ધીમે ધીમે સામાન્ય થતાં આવનારા દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ ભારતમાં પાછા ફરે તેવી અપેક્ષા છે.ભારત પરત ફરનારા વિદ્યાર્થીઓ તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ, શાહિદ બેહેશ્તી યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સિસ, ઇસ્ફહાન યુનિવર્સિટી, ગોલેસ્તાન યુનિવર્સિટી, શિરાજ યુનિવર્સિટી અને અરાક યુનિવર્સિટી સહિત ઈરાનની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા.ઈરાનમાં ત્યાંની કરન્સી ‘રિયાલ’ ઐતિહાસિક રીતે નીચે ગબડવા અને મોંઘવારીના વિરોધમાં 28 ડિસેમ્બર 2025ના રોજ પ્રદર્શનો શરૂ થયા હતા. દેશના તમામ 31 પ્રાંતોમાં હિંસા ફેલાઈ ગઈ છે. આમાં 3 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોટાભાગના લોકો ગોળી વાગવાથી માર્યા ગયા છે. ઈરાને 14 જાન્યુઆરીએ પોતાનું એરસ્પેસ અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું. આ પછી તેહરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે ત્યાં હાજર તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવાની સલાહ આપી હતી. ઈરાને 15 જાન્યુઆરીએ પોતાનું એરસ્પેસ ખોલ્યું, જેના પછી ઘણા ભારતીયો પોતાના દેશ પાછા ફર્યા.ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે 16 જાન્યુઆરીએ કહ્યું હતું કે- અમારા લગભગ 9,000 નાગરિકો હાલમાં ઈરાનમાં રહી રહ્યા છે. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે. ત્યાંના તાજેતરના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખીને, અમે ભારતીય નાગરિકોને ત્યાં ઉપલબ્ધ સાધનો દ્વારા દેશ છોડવાની સલાહ આપી છે.