બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ જઇ વિરોધ દર્શાવી ધરણા પણ કર્યાં. જો કે ત્યારબાદ ઉમેદવારોએ કોંગ્રેસની મદદ માગી છે. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કર્યો હતો. રદ્દ થયેલી પરીક્ષાને લઇને ઉમેદવારોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ફોન કર્યો હતો. જેમાં પરેશ ધાનાણીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં કહ્યું કે મારી પત્રકાર પરીષદ જોઇ લો. આ સાથે મારુ ટવિટર પણ તમે જોઇ શકો છો. અમે આ મુદ્દા પર કાર્યક્રમ પણ કરી રહ્યાં છીએ. તમે લોકો સાથ આપજો આપણા બધા ભેગા થઇને સરકાર પાસે જવાબ માગીશું. લોકો લડતાં નથી અમે લડીએ છીએ તો અમારી સાથે ઉભા રહેતા નથી. ગૌણ સેવા પસંદગી દ્વારા પરીક્ષા રદ્દ કરવામાં આવતાં ઉમેદવારો આજે સવારે ગાંધીનગરની ઓફિસ પહોંચ્યાં હતા. જો કે ઉમેદવારો આવેદન પત્ર આપવા જઇ રહ્યાં હતા ત્યારે જ કચેરીના મુખ્ય દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં હતા. જો કે એકઠા થયેલા ઉમેદવારોએ અસિત વોરા વિરુધ્ધ નારા લગાવ્યાં હતા. આ અગાઉ સવારે ગાંધીનગર ખાતેની ગૌણ સેવા પસંદગીની ઓફિસ ખાતે ઉમેદવારો આવેદન આપવા પહોંચ્યા હતા. જો કે ઓફિસનો દરવાજો બંધ કરતાં ઉમેદવારો બહાર જ ધરણા પર બેસી ગયા હતા.