
અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં બાળકોની રમતગમત માટેના સાધનો અને જીમના સાધનો મૂકવામાં આવેલા છે. ત્રણ વર્ષ પહેલા જ વિવિધ ગાર્ડનમાં આ સાધનો પાછલ 6 કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હતો. હવે ફરી ત્રણ વર્ષમાં જ નવા સાધનો માટે 10 કરોડના ખર્ચની દરખાસ્ત સવાલોના ઘેરામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવાતા હવે સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાશે. ક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા 300થી વધુ ગાર્ડનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ નવા સાધનો મુકવા માટે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બંને જગ્યાએ અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે પણ બગીચામાં રમતગમતના અને ઓપન જીમના સાધનો જર્જરી અથવા તૂટી ગયા હશે ત્યાં નવા લગાવવામાં આવશે. હીચકા લપસણી જેવા સાધનો બદલવામાં આવશે. જે ટેન્ડર કરવામાં આવ્યું છે તેમાં નવા અલગ અલગ 22 પ્રકારના સાધનો પણ લગાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ આ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રમત ગમતના સાધનો લગાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે તેમાં સાધનોના મેન્ટેનન્સની શરત રાખવામાં આવી નહોતી. આ ટેન્ડરમાં મેન્ટેનન્સ ની શરત રાખવામાં આવી છે જેથી કોઈપણ સાધન ખરાબ થાય તો જે તે એજન્સી દ્વારા તેને રીપેરીંગ કરવાનું રહેશે.
શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા બગીચાઓમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે નાના બાળકો બગીચામાં રમવા માટે આવતા હોય ત્યારે બગીચાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપન જીમ અને રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેરના અલગ અલગ બગીચાઓમાં રમત ગમતના સાધનો અને ઓપનજી તેમજ દિવ્યાંગો માટેના સાધનો મૂકવા માટે બગીચા ખાતા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા જ રૂ. 5.73 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને અલગ અલગ જગ્યાએ આવા સાધનો મૂકવામાં આવ્યા હતા. બગીચા ખાતા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ જેટલી એજન્સીઓ આવી હતી જેમાં એક એજન્સી વિવાદાસ્પદ રીતે ડિસ્કવોલીફાય થઈ હતી જેના માટેનું કારણ ભાજપના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવા માટે જે ટેન્ડર ફી ભરવી પડે છે તે ભરવામાં આવી નહોતી જેના કારણે તેને ડીસ્ક્વોલીફાય કરવામાં આવી છે. બગીચા ખાતા દ્વારા જે ટેન્ડરની શરત કરવામાં આવી હતી તે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે મુજબ કરાઈ હતી જેમાં શરત મૂકવામાં આવી હતી કે પાંચ ઝોનમાં જો એક જ કોન્ટ્રાક્ટર કંપની ક્વોલિફાય થાય તો સત્તા ની મંજૂરીએ બંને કંપનીઓને કામગીરીની વહેંચણી કરવી. મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરના 101 જેટલા બગીચાઓમાં રૂ. 14.43 કરોડના ખર્ચે રમત ગમત અને જીમના સાધનો મૂકવા માટેની ટેન્ડર ત્યાં હતા જેમાં શરતો મૂકી હતી. આ ટેન્ડરમાં હની ફન એન્ડ થ્રીલ કંપની અને સેન્સન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની બંને કંપનીઓ ક્વોલીફાઈ થઈ હતી. ને કંપનીઓએ રમતગમત ના સાધનો અને ઓપન જીમના સાધનો મૂકવા માટે થઈને કામગીરી મેળવવા 10- 15 ટકા નહીં પરંતુ 30કાથી ઓછા ભાવ આપ્યા હતા. અલગ-અલગ ઝોનમાં બે કરોડથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીના સાધનો મૂકવા માટે આ બંને કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત રીક્રીએશનલ કમિટીમાં મૂકવામાં આવી હતી જેને ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. ભૂતકાળમાં બગીચા ખાતાએ વર્ષ 2022-23માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બગીચાઓમાં રમતગમતના સાધનો અને ઓપન જીમના સાધનો મુકવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં જે ભાવનો અંદાજ મૂકવામાં આવ્યો હતો તેના કરતાં આઠ ટકા વધુ ભાવે એટલે કે રૂ. 5.73 કરોડના ખર્ચે અલગ અલગ જગ્યાએ સાધનો મૂકવાને મંજૂરી આપવામાં આવી હતી. બગીચા ખાતાના ઉચ્ચ અધિકારીઓએ માત્ર ત્રણ વર્ષમાં જ ફરીથી નવા સાધનો મુકવા માટે થઈને એક સાથે રૂ. 9.88 કરોડના ખર્ચે સાધનો મૂકવા માટે ટેન્ડર કર્યું અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના ચેરમેને મંજૂરી આપી દેતા પણ વિવાદ થયો છે.