યુનિવર્સિટી કેમ્પસમાં મળી આવેલ ગાંજાના જથ્થાનો મામલે, નિલમબાગ પોલીસે NDPS હેઠળ ગુનો દાખલ કર્યો

Spread the love

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નશાકારક ગાંજાનું વેંચાણ થતુ હોવાની ફરીયાદને લઈ NSUIના કાર્યકર્તાઓએ રેડ કરતા બાઈક સાથે ઉભેલા બે શખસો નાસી છુટયા હતા. દરમિયાન બાઈકની તપાસ કરતા સીટ નીચે છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી સોપ્યો હતો. આ મામલે બાઈક ચાલક સામે નિલમબાગ NDPS હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે પોલીસે બાઈક ચાલકને પકડવાની તજવીજ હાથ ધરી છે.
20 જાન્યુઆરીના રોજ ભાવનગર NSUI દ્રારા વ્યસન અને ડ્રગ્સ મુક્તિના કેમ્પનું આયોજન કર્યું હતું, જે કાર્યક્રમ પુર્ણ થતા NSUI કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે, ભાવનગર યુનિવર્સિટી કંમ્પાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ સામે આવેલ બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પાછળ અમુક શખ્સો ગાંજાનું સેવન અને વેચાણ કરી રહયા છે. જે આધારે રેડ કરતા બે શખ્સ બાઈક મુકી નાસી છુટયા હતા. જ્યારે તપાસ કરતા બાઈકની નીચે સીટમાં છુપાવેલો લીલો ગાંજો મળી આવતા પોલીસને જાણ કરી હતી.
ત્યારે નિલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભલગરીયા સહિતનો પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી બાઈક નંબર જીજે. 04. ઈબી- 4119 કબજે લઈ કાળી કોથળીમાં રહેલો લીલો ગાંજો 20 ગ્રામ કિંમત રૂા.1000 નો કબ્જે કર્યો હતો. જ્યારે આ બનાવ અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.આર.ભલગરીયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં બાઈક નંબર જીજે. 04. ઈબી- 4119 ના ચાલક સામે ગુન્હો દાખલ કરાવતા પોલીસે NDPS એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *