
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ કરાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી છે. જાન્યુઆરી, 2026ના રાજ્ય સ્વાગત માટે નાગરિકો ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8.00થી 11.00 કલાક દરમિયાન ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.