CNG રીક્ષામાંથી 400 લિટર દેશી દારૂ ઝડપાયો

Spread the love

 

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સાંતેજ પોલીસ સ્ટેશનના ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી. જે દરમિયાન એક સીએનજી રીક્ષામાંથી 79 હજારની કિંમતનો આશરે 400 દેશી દારૂનો જથ્થો ઝડપી લઇ બે શખ્સોની 1.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક સીએનજી રીક્ષામાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થઈ રહી છે. જે બાતમી મુજબ આધારે પોલીસે ખાત્રજ-શેડફા રોડ પર કારોલી ગામના પાટીયા નજીક વોચ ગોઠવી દીધી હતી.
બાદમાં બાતમી મુજબની રીક્ષા (નંબર GJ-01-TH-5078) આવતાં જ તેને આંતરીને પોલીસે તલાશી લીધી હતી. રીક્ષામાંથી આશરે 400 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ દરોડા દરમિયાન 79 હજારનો 396 લિટર દેશી દારૂ, સીએનજી રીક્ષા, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રીક્ષામાં સવાર બે શખ્સોની પૂછતાછ હાથ ધરી હતી.
આ બને શખ્સો અમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા ગોરખનાથ ઉર્ફે મુછડ અને સરદારનગરના દશરથ ઉર્ફે પીંન્ચુ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ઝાકીર ઇસ્માઇલ શેખે મંગાવ્યો હતો. જેના પગલે કડીના કરણનગર પાસે કેનાલ પરથી દારૂ ભરાવનાર અજાણ્યા ઇસમ સહિત કુલ બે શખ્સોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *