8 લોકો, 826 કરોડ અને 1229 સાયબર ફ્રોડ

Spread the love

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં દેશવ્યાપી સાયબર ફ્રોડ ચાલતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ દ્વારા ભારતના 28 રાજ્યોમાં કુલ 1,229થી વધુ સાયબર ફ્રોડ કરવામાં આવ્યા હતા. જેમાં 826 કરોડથી વધુની છેતરપિંડી થયાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ઠગાઈ માટે 9 નકલી પેઢીઓ ઊભી કરી હતી અને તેના નામે કુલ 82 બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. જેમાં 28 કરંટ એકાઉન્ટ અને 45 સેવિંગ એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ ખાતાઓનો ઉપયોગ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવા માટે કરવામાં આવતું હતું.
ઝડપાયેલા તમામ આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગેંગની મોડસઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે ખાતાઓ મેળવતા હતા. ત્યાર બાદ SMS, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા માધ્યમથી ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, UPI ફ્રોડ, ડિપોઝિટ, લોન તથા પાર્ટ-ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ આચરતા હતા. આરોપીઓ ઠગાઈથી મેળવેલી રકમ હવાલા મારફતે સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગ દ્વારા અંદાજે 500 કરોડથી વધુના નાણાકીય હવાલા ટ્રાન્સફ કરવામાં આવ્યા છે. આ કેસમાં મુંબઇ અને રાજસ્થાન કનેક્શન પણ સામે આવ્યું છે. તેમજ વિદેશી કનેક્શન હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *