
ગાંધીનગરમાં લારી-ગલ્લાના દબાણોના કાયમી ઉકેલ અને નાના વેપારીઓને રોજગારી મળી રહે તે માટે પાટનગર યોજના વિભાગ દ્વારા ઘ-5 ચોપાટી ખાતે ફૂડકોર્ટ બનાવી વેપારીઓને ફાળવણી કરવામાં આવી હતી. છતાં વેપારીઓ દ્વારા લાંબા સમયથી ભાડું ભરવામાં આવતું ન હતું.
આખરે પ્રથમવાર પાટનગર યોજના વિભાગ દ્વારા ગુરુવારે દિવસ દરમિયાન કુલ 13 જેટલી દુકાનોને સીલ કરી દેવાઈ હતી. ઘ-5 ફૂડકોર્ટમાં કુલ 96 દુકાનો આવેલી છે. આ દુકાનો પાસેથી કુલ 80 લાખના ભાડાની વસૂલાત બાકી છે. પાટનગર યોજના વિભાગ દ્વારા અગાઉ આ નાણાની ઉઘરાણી માટે અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં વેપારીઓ ગાંઠતા ન હતા.
વેપારીઓ દ્વારા અત્યાર સુધી ભાડું ભરવા મામલે ભારે ઉદાસિનતા દાખવવામાં આવતી હતી પરંતુ સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવતા તંત્રને 80 લાખની બાકી ઉઘરાણી પૈકી 53 લાખ રૂપિયાની વસૂલાત થઇ ગઇ છે.