26 જાન્યુઆરીએ રાજ્યપાલ-મુખ્યમંત્રીના હસ્તે 43 જવાનોનું સન્માન

Spread the love

 

26 જાન્યુઆરી 2026ના પ્રજાસત્તાક દિન નિમિત્તે હોમગાર્ડ–બોર્ડર વિંગ હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામ રક્ષક દળના 43 અધિકારી-સદસ્યોને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હાથે ચંદ્રક એનાયત કરવામાં આવશે.
ડાયરેક્ટર જનરલ (સિવિલ ડિફેન્સ) અને હોમગાર્ડ-ગુજરાતના નિયંત્રણ હેઠળ કાર્યરત હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળ દ્વારા આપેલી ઉત્કૃષ્ટ સેવા, પ્રશંસનીય કામગીરી અને વિશિષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવશે.
આ ચંદ્રક માટે કુલ 43 અધિકારી-સદસ્યોની પસંદગી કરવામાં આવી છે, જેમાં 25 હોમગાર્ડ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળના અધિકારી-સદસ્યોનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક દિને યોજાનારા કાર્યક્રમમાં આ તમામ જવાનોને રાજ્યસ્તરે ગૌરવભેર સન્માનિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *