થાનગઢમાં 20 વર્ષ જૂના દબાણોનો 20 કલાકમાં સફાયો, 231‎દુકાનો, કારખાના હોસ્પિટલ સહિત 260 મિલકત જમીનદોસ્ત

Spread the love

 

થાનગઢ થાનગઢ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર વહીવટી તંત્રએ મધરાતે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. 21 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 1 વાગ્યાથી શરૂ થયેલી આ મેગા ડિમોલિશન ઝુંબેશમાં અંદાજે 210 કરોડ થી વધુની બજાર કિંમત ધરાવતી 52 વીઘા જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. લગભગ 20 કલાક સુધી દબાણ હટા વાની કામગીરી ચાલુ રહી હતી. નાયબ કલેક્ટર – ચોટીલા એચ.ટી. મકવાણાના નેતૃત્વમાં થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ઓપરેશન પાર પાડ્યું હતું.
સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તા પર આવેલા સર્વે નંબર 79, 81, 89 અને 349 પર વર્ષોથી પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કુલ 260 જેટલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 231 કોમર્શિયલ દુકાનો (જેનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થતો હતો), 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં ગેરકાયદે રીતે બનાવવામાં આવેલી આશાપુરા હોસ્પિટલ, સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા 17 રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.
ઓગસ્ટ 2025માં નોટિસ આપવા છતાં દબાણ ન હટાવનારા તત્વો સામે આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લાના ભૂ-માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોટીલા અધિકારીની કાર્યવાહી બાદ લોકોમાં સવાલો ઉઠ્યા છે કે 20 વર્ષ થી દબાણો હતા. થાન નગરપાલીકાએ માપણી કરી દૂર કરવા જોઇતા હતા, તેમણે કઇ ના કર્યું માટે જવાબદાર અધિકારી અને પાલિકાના પદાધિકારીઓની જવાબદારી ફિક્સ થવી જોઇએ.

 

દબાણકર્તાના નામો જાહેર કરાયાઃ
1. ભરતભાઈ અનકભાઇ કરપડા,2. કુલદીપભાઈ ભરતભાઈ કરપડા,3. કાનભા છેલભાઈ ભગત ,4. આલકુભાઇ કાથડભાઇ ભગત,5. ચાપરાજભાઈ વસ્તુભાઈ જળુ,6. અનકભાઈ દાદભાઈ ખાચર ,7. ડો. મેરૂભાઈ વેલાભાઈ કુમારખાણિયા ,8. પ્રદ્યુમનસિંહ એચ ચુડાસમા ,9. ભાભલુભાઈ અનકભાઈ જળુ,10. વિપુલભાઈ પરસોત્તમભાઈ ,11. ભગાભાઈ ભાવાજીભાઈ,12. ઉમેદભાઈ એભલભાઈ ધાધલ ,13. કૃણાલભાઈ હરેશભાઈ કડીવાળા 14. જીતેન્દ્રભાઈ વાઘાભાઈ રંગપરા , 15. નરેન્દ્રભાઈ કાનજીભાઈ પરમાર ,16. વિજયભાઈ છગનભાઈ સારદિયા ,17. ખોડાભાઈ ઠાકરશીભાઈ મેણીયા,18. કિરણભાઈ અનિલભાઈ મૂળિયા ,19. રાજેન્દ્રભાઈ દેવાયતભાઈ જળુ,20. શિવમ સીરામીક ,21. સામતભાઈ પોલાભાઈ ,22. રાજુભાઈ ભગત,23. યોગેશભાઈ ભવનભાઈ સવાડીયા,24. મંગળુભાઈ બાબભાઈ ખાચર,25. શાંતુભાઇ દેવાતભાઈ જળું,26. ધનજીભાઈ અરજણભાઈ રંગપરા ,27. રમેશભાઈ વામાભાઈ વનાળીયા

ભૂમાફિયા જમીન પર દબાણો કરી‎વેપારીઓ પાસેથી ભાડું ઉઘરાવતા‎
ખૂલ્લી કરાયેલી 52 વીઘા જમીનની હાલની બજાર કિંમત 210 કરોડ જેટલી થાય છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ તુરંત જ આ જમીન પર તાર ફેન્સિંગ કરી તેને સરકારી અસ્કયામત તરીકે સુરક્ષિત કરવામાં આવશે. તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે, આ સરકારી જમીન પર દબાણ કરનારા માથાભારે તત્વો અન્ય વેપારીઓ પાસેથી માસિક ભાડું પણ ઉઘરાવતા હતા. આવા ઇસમોને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. { એચ.ટી.મકવાણા, પ્રાંત અધિકારી, ચોટીલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *