
શહેરના મેમનગરમાં રહેતા 70 વર્ષના વૃદ્ધ મહિલાને સાઇબર ગઠિયાઓએ ચાઈલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગમાં આધાર કાર્ડ અને મોબાઈલ નંબરનો ઉપયોગ થયો છે, કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ પોતે પોતાની ઓળખ સંચાર વિભાગના અધિકારી અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપીને મહિલાને ડરાવી તેમની પાસેથી 24 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ મહિલા પાસેથી વધુ 40 લાખ રૂપિયાની માંગણી કરતા મહિલાએ ફોન કાપી નાખ્યો હતો અને દીકરાને જાણ કરી હતી. મહિલાએ આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મેમનગરમાં 70 વર્ષીય વૃદ્ધ મહિલા એકલા રહે છે. વૃદ્ધના પતિ અને દીકરાનું અગાઉ કોરોનાની બીમારીના કારણે અવસાન થયું હતું, જ્યારે નાનો વૃદ્ધાથી અલગ રહેતો હતો. વૃદ્ધાને 4 જાન્યુઆરીએ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનાર વ્યક્તિએ પોતે સંચાર વિભાગમાંથી વિજય ખન્ના હોવાની ઓળખ આપી હતી. જે બાદ જણાવ્યું હતું કે તમારા બેંક એકાઉન્ટમાં દર મહિને 25 લાખ રૂપિયા વ્યાજ આવે છે. મુંબઈ પોલીસે વિજય ગોહિલ નામના આરોપીને એરેસ્ટ કર્યો છે. તેણે કેનેરા બેંક એકાઉન્ટમાં બે પરિવાર સાથે 24 કરોડનું કૌભાંડ કર્યું છે. જે અંગે હું કોલ ટ્રાન્સફર કરી તમારી વાત ગુનાની તપાસ કરાવનાર અરુણકુમાર સાથે કરાવું છું. અરુણ કુમારે મહિલા સાથે વાત કરી હતી અને પોલીસ તરીકેની ઓળખ આપીને જણાવ્યું હતું કે તમારા આધારકાર્ડ પરથી તમારા નામથી એક નંબર રજિસ્ટર થયો છે, જેનો ઉપયોગ ચાઈલ્ડ પોનોગ્રાફી અને ગેમ્બલિંગનો ઉપયોગ થયો. જેથી અમારી CBIની સર્વેલમ સ્ટીમ સતત તમારા સંપર્કમાં રહેશે તો તમે સહયોગ આપજો. જે બાદ વૃદ્ધાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી ઓળખ આપીને પ્રદીપ સાવન નામના વ્યક્તિએ વાત કરી હતી. જેમણે મહિલાને એફઆઈઆરની કોપી અને સુપ્રીમ કોર્ટનો એક લેટર વોટ્સએપ કરીને આપ્યો હતો. જે બાદ મહિલાને રૂમ બંધ કરી બેસીને વાત કરવાનું જણાવ્યું હતું અને મહિલાને કહ્યું હતું કે તમારી સામે પોનોગ્રાફીઓને ગંભીર ગુના છે, તેથી તમારી ધરપકડ કરવામાં આવી છે.
વીડિયો કોલ ઉપર તમને હાજર રાખીને ઇન્વેસ્ટેશન કરીશું. તપાસ દરમિયાન તમારે તમારી પાસે રહેલા પૈસાનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, કહીને વૃદ્ધાને એક બેંક એકાઉન્ટમાં 15 લાખ જમા કરવાનું કહ્યું હતું, જેથી વૃદ્ધા એફડી તોડાવીને 15 લાખ જમા કરાવી આવ્યા હતા. જેમાં વૃદ્ધા પાસેથી વધુ નાણા ભરવાનું કહેતા વૃદ્ધાએ બેંક લોકરમાં રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને 9 લાખ પણ ભર્યા હતા. 24 લાખ ભર્યા છતાં પીસીસી લેટર મેળવવો હોય તો બીજા 40 લાખ ભરવા પડશે તેવું જણાવતા વૃદ્ધાએ ફોન કાપી નાખ્યો અને તેમના દીકરાને જાણ કરી હતી. વૃદ્ધાનો દીકરો આવતા આ અંગે સાયબર ક્રાઈમને જાણ કરીને જાણ કરીને ફરિયાદ નોંધાવી છે.