
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા જોબ ફેર 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળો 29 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી ગાંધીનગરના સેક્ટર–25 ખાતે આવેલા ગેઝિયા ખાતે યોજાશે. રોજગાર મેળાનો મુખ્ય હેતુ રોજગાર શોધી રહેલા ઉમેદવારોને વિવિધ કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધવાની તક આપવાનો છે.
આ રોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે, જ્યાં ટેકનિકલ, નોન-ટેકનિકલ તેમજ કુશળ અને અર્ધકુશળ વર્ગની નોકરીઓ માટે તક ઉપલબ્ધ રહેશે. ઉમેદવારોને સ્થળ પર જ કંપનીના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવાની અને ઇન્ટરવ્યૂ આપવાની સુવિધા મળશે.આ પ્રકારના રોજગાર મેળાઓથી સ્થાનિક યુવાનોને યોગ્ય રોજગાર મેળવવામાં મદદ મળે છે અને બેરોજગારી ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રિઝ્યૂમની નકલો અને જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહે.આ રોજગાર મેળાથી ગાંધીનગર તથા આસપાસના વિસ્તારોના અનેક ઉમેદવારોને લાભ થવાની અપેક્ષા છે. ગાંધીનગરમાં સમયાંતરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ જિલ્લાના રોજગાર વંચિતોને મળે છે.