
મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇનની જવાબદારી સ્વીકારવાના પ્રથમ તબક્કા સ્વરૂપે જાસપુર અને સરગાસણ એસટીપીનો કબજો સંભાળી કામ શરૂ કર્યું હતું તેવામાં જ સરગાસણ એસટીપીના પમ્પ ખોટવાઇ જતાં ઉપાધિ શરૂ થઇ ગઇ છે. હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા કરીને ગટરના પાણી બેક મારતા રોકવામાં આવ્યા છે.
બે દિવસ અગાઉ સરગાસણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 200 હોર્સ પાવરનો પમ્પ બગડી જતાં ડ્રેનેજના પાણી બેક મારતા ખ રોડ પર ગંદા પાણી ફરી વળ્યા હતા. સરગાસણમાં 200 એચપી અને 180 એચપી એમ બે ક્ષમતાના પમ્પ છે. જેમાંથી એક ખોટવાઇ ગયો હતો. તાત્કાલિક આ પમ્પ રીપેર થઇ શકે તેમ નહીં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સી પાસેથી 100 એચપી અને 50 એચપીના બે પમ્પ મંગાવીને સ્થિતિ થાળે પાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ડ્રેનેજનું પાણી ખેંચવાની પ્રક્રિયા હાલ પુરતી ફરી શરૂ થઇ ગઇ છે. પરંતુ આ હજુ હંગામી વ્યવસ્થા છે.
મહાનગરપાલિકાને હજુ સંપૂર્ણ શહેરની ડ્રેનેજ લાઇનની જવાબદારી સ્વીકારવાની છે. પરંતુ અનુભવી સ્ટાફ નહીં હોવાથી હાલ વારંવાર પાટનગર યોજના વિભાગના અધિકારીઓની મદદ લેવી પડે છે. સરગાસણમાં 200 એચપી અને 180 એચપી એમ બે ક્ષમતાના પમ્પ છે. જેમાંથી એક ખોટવાઇ ગયો હતો. તાત્કાલિક આ પમ્પ રીપેર થઇ શકે તેમ નહીં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાનગી એજન્સી પાસેથી 100 એચપી અને 50 એચપીના બે પમ્પ મંગાવીને સ્થિતિ થાળે પાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.