
સાબરકાંઠા જિલ્લાની 69 આંગણવાડી કાર્યકર બહેનો માટે સાદરાના સરદાર પટેલ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી જોબ તાલીમનો સમાપન કાર્યક્રમ 22 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો. આ તાલીમમાં કુલ 69 બહેનોએ સક્રિયપણે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા ICDS શાખાના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ધ્યુતીબેન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમ પૂર્ણ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને માર્ગદર્શન આપ્યું હતું અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલ તાલીમ કેન્દ્રના આચાર્ય તેજસભાઈ ઠાકર, ભરતભાઈ પટેલ અને શૈલેષભાઈ વાઘેલા પણ હાજર રહ્યા હતા. મુખ્યસેવિકા બહેનો, અધ્યાપક ગણ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો પણ ઉપસ્થિત રહી હતી.