
ગુજરાતના હવામાનને લઈને જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે, જેમાં પશ્ચિમી વિક્ષેપને કારણે કમોસમી વરસાદ અને ત્યારબાદ ફરીથી કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજથી લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે. જો કે, 28, 29 અને 30 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.જેના કારણે ગુજરાત અને રાજસ્થાન સરહદના ભાગો અને મધ્ય પ્રદેશમાં સરહદના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલે કહ્યું કે, માવઠાની અસર ઓછી થતાની સાથે જ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ હટતાની સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજ્યના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી ગગડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં તે 14 થી 16 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીની અસર વધુ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ પારો નીચો જવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારાબાદ રાજ્યમાં ફરી એકવાર અન્ય પશ્ચિમી વિક્ષેપ 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન આવવાની શક્યતા રહેશે. જેના કારણે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે. જેમાં ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં છાંટા, કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારાબાદ રાજ્યમાં ફરી એકવાર અન્ય પશ્ચિમી વિક્ષેપ 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન આવવાની શક્યતા રહેશે. જેના કારણે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે. બપોરના સમયે તાપમાન 29 થી 32 ડિગ્રી સુધી પહોંચતા ગરમીનો અનુભવ થશે, પરંતુ રાત્રિના સમયે હિમ પડવાની શક્યતા છે. વારંવાર બદલાતા આ મિશ્ર વાતાવરણને કારણે ખેડૂતોએ પાક સંરક્ષણ અને પિયત વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપવું પડશે. વળી, ઠંડી અને ગરમીની બેવડી ઋતુને કારણે સ્વાસ્થ્યની સંભાળ રાખવી પણ એટલી જ અનિવાર્ય છે.