
ગુજરાતમાં સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદો થયો છે અનેક ઉદ્યોગ એકમો અનેક વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે આમ તો દર બે મહિને વીજબીલ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બીલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે.. ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે.અને આ સોલાર સિસ્ટમમાં સરકાર સબસીડી આપી રહી છે.જેના થી લોકો ને લાભ થઈ રહ્યો છે.
રૂપપુરા ગામે પહેલા વીજ અધિકારીઓ સોલાર સિસ્ટમના લોકો સાથે ગ્રામજનોની ગ્રામસભા યોજાઈ હતી અને તેમાં સોલાર થી કેટલા ફાયદા છે તેની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ લોકો એ સોલાર લગાવવા માટે ની તૉયરી દર્શાવી હતી ત્યારે રૂપપુરા ગામે સમગ્ર ગામમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે જ્યાં મોટાભાગના ઘર ઉપર સોલાર સિસ્ટમ લાગી ગઈ છે અને રૂપપુરા ગામ સોલાર યુક્ત બન્યું છે ગામના લોકોનું કહેવું છે કે સોલાર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. બિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે. તેમજ દર વર્ષે પાંચ થી સાત હજાર રૂપિયા જેટલી બચત થાય છે ત્રણ થી પાંચ વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય છે.
સામાન્ય રીતે 3.30 કિલો સોલાર સિસ્ટમ લગાવવા માટે દોઢ લાખ જેટલો ખર્ચ થતો હોય છે સરકાર દ્વારા 78,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. એટલે ગ્રાહકને 70 થી 80 હજાર રૂપિયા જેટલા ભરવાના આવે છે. જોકે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસીડી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી જેના કારણે ગ્રાહકોને 70 થી 80 હજાર રૂપિયા ભરવાનું ભારણ ઘટ્યું અને દરેક પશુપાલકોને 90 ટકા લોન મળતા પશુપાલકોના ખાતામાં નજીવી રકમે દર મહિને હપ્તા રૂપે રકમ કપાત કરીને લોન આપવામાં આવી જેનો ફાયદો સીધો ગ્રાહકોને થયો અને એક બાજુ સરકારની સબસીડી અને બીજી તરફ બનાસ ડેરીનો સહયોગ મળ્યો અને જેના કારણે રૂપપુરા ગ્રામજનો એ સોલાર સિસ્ટમ અપનાવી.અને સોલાર થકી લોકો બચત કરતા થયા છે.
મોંઘી વીજળી, વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલર ઊર્જા સામાન્ય લોકો માટે આશાની કિરણ બની રહી છે. સોલાર સિસ્ટમ લગાવવાને લઇ વીજ કંપની ના અધિકારીએ કહ્યું હતું કે દર મહિને બિલ ભરવાની ઝંઝેટમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકનું જે બેન્કમા ખાતું હોય તેમાં બચત રકમ જમા થાય છે.. એટલે એનાથી એક મોટો ફાયદો થાય છે. આર્થિક રીતે પણ લોકો ને ફાયદો થાય છે.. એક જ એવી સ્કીમ છે એવી જેનું તમને રિટર્ન સારામાં સારું મળે છે 25 વર્ષ સુધી વિધુત બોર્ડ જોડે કરાર થાય છે એટલે ખૂબ સારી લાભદાયક વસ્તુ છે અત્યારે ગામ મા મોટા ભાગ ની કામગીરી થઈ છે અને અત્યારે ચાલુ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને જેના કારણે એવું લાગે છે કે દરેક ગ્રાહકો માટે ખૂબ જ લાભદાયક વસ્તુ છે.
સરકાર દ્વારા સોલર ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલર તરફ વળતા જોવા મળી રહ્યા છે.સોલર ઊર્જાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર સોલર પેનલ લગાવ્યા બાદ લાંબા સમય સુધી વીજળીનો ખર્ચ ઘણો ઘટી જાય છે અને વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. સરકાર દ્વારા સોલર માટે વિવિધ સબસિડી અને યોજનાઓ પણ અમલમાં છે. જેના કારણે સામાન્ય લોકો માટે સોલર સિસ્ટમ લગાવવી વધુ સહેલી બની છે. રૂપપુરા ગામે પણ સરકારની સબસીડી સિવાય બનાસ ડેરી દ્વારા 90% લોન આપવામાં આવી ગામની મંડળી મા દૂધ ભરાવી તેના પૈસા મા નજીવા હપ્તા રૂપી પૈસા કપાય જેનાથી કોઈપણ પશુ પાલક ને પણ ભારણ પડે નહિ. ત્યારે જેનો સીધો ફાયદો ગામના પશુપાલકોને થયો છે અને પશુપાલકોએ પણ પોતાના ઘરો ઉપર આ સોલાર સિસ્ટમ લગાવી છે.