બજેટ પહેલા પીએમ મોદીનો બજેટ સત્ર વિશે મોટો સંકેત

Spread the love

 

સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધતા સરકારની ભાવિ દિશા સ્પષ્ટ કરી દીધી છે. વડાપ્રધાને જણાવ્યું કે ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાથે વર્ષની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રહી છે. તેમણે ભારતીય ઉત્પાદકોને સલાહ આપી કે તેઓ માત્ર બજાર વધારવા પર જ નહીં, પરંતુ શ્રેષ્ઠ ગુણવત્તા’ પર ધ્યાન આપે, જેથી વિશ્વના બજારોમાં ભારતની મજબૂત પકડ બની શકે.
PM Modi સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધતા સરકારની ભાવિ દિશા સ્પષ્ટ કરી દીધી છે. વડાપ્રધાને જણાવ્યું કે ભારત-EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાથે વર્ષની શરૂઆત ખૂબ જ પોઝિટિવ રહી છે. તેમણે ભારતીય ઉત્પાદકોને સલાહ આપી કે તેઓ માત્ર બજાર વધારવા પર જ નહીં, પરંતુ ‘શ્રેષ્ઠ ગુણવત્તા’ પર ધ્યાન આપે, જેથી વિશ્વના બજારોમાં ભારતની મજબૂત પકડ બની શકે. પીએમ મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ દેશના પ્રથમ મહિલા નાણામંત્રી છે જે સતત 9મી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યું કે, “રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મ” (Reform, Perform, Transform) એ અમારી સરકારની ઓળખ છે અને હવે સરકાર આર્થિક સુધારાની ગતિ તેજ કરવા ‘રિફોર્મ એકસપ્રેસ’ મોડમાં છે.

આજથી શરૂ થતા બજેટ સત્રનું સમયપત્રક
29 જાન્યુઆરી: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં ‘આર્થિક સર્વેક્ષણ’ (Economic Survey) રજૂ કરશે, જે દેશની અર્થવ્યવસ્થાનું સરવૈયું રજૂ કરશે.
1 ફેબ્રુઆરી: નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરશે. આ બજેટમાં મધ્યમ વર્ગ અને ટેક્સ સ્લેબને લઈને મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે.
રાષ્ટ્રપતિનું સંબોધન: સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંને ગૃહોના સંયુક્ત સંબોધન સાથે થઈ છે, જેમાં તેમણે આગામી વર્ષોના લક્ષ્યાંકો રજૂ કર્યા છે.

વડાપ્રધાને કહ્યું કે 21મી સદીનો પ્રથમ ચોથો ભાગ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે બીજા ક્વાર્ટરની શરૂઆત થઈ રહી છે. આગામી 25 વર્ષ ‘વિકસિત ભારત’ના (Viksit Bharat) લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પાયાના સાબિત થશે. તેમણે સાંસદોને વિનંતી કરી કે તેઓ સંસદમાં રચનાત્મક ચર્ચા કરે અને બજેટ સત્રનો ઉપયોગ દેશના વિકાસ માટે કરે
બીજી તરફ, વિપક્ષી દળોએ સંસદમાં G-RAM-G બિલ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું છે કે આ વિષયો પર અગાઉના સત્રમાં ચર્યા થઈ ચૂકી છે, તેથી બજેટ સત્રનો મુખ્ય ફોકસ આર્થિક નીતિઓ અને દેશના વિકાસ પર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *