ગિફ્ટ સિટી પાસેના ગામમાં LCB ત્રાટકી, મોટું જુગારધામ ઝડપી પાડ્યું, 17.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ

Spread the love

 

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગિફ્ટ સિટી પાસેના વલાદ ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં લાઈટના અજવાળે ધમધમતા જુગારધામ પર ત્રાટકીને 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લઇ અંદાજે પોણા ત્રણ લાખની રોકડ, ચાર વાહનો તેમજ નવ મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 17.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતી અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI ડી. બી. વાળાની ટીમે ગઈકાલે ગિફ્ટ સિટી પાસેના વલાદ ગામમાંથી વિદેશી દારૂના કટીંગનું મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આજ ગામમાં LCB PSI એમ.એસ. રાણાની ટીમે મધરાતે ત્રાટકીને ખુલ્લા ખેતરમાં લાઈટના અજવાળે ધમધમતા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વલાદ ગામના અજય વિનુજી ઠાકોર નામના શખ્સે મેંદ્રા રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ પર ઘંટીવાળા વાસની સામે આવેલા ખુલ્લા ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારનો અડ્ડો શરૂ કર્યો છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલો જ્યારે બાતમીવાળા સ્થળે ત્રાટક્યો ત્યારે ખેતરમાં લાઈટના અજવાળે કુંડાળું વળીને કેટલાક શખ્સો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. પોલીસને આવતી જોઈ જુગારીઓએ અંધારાનો લાભ લઈ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે દોટ લગાવીને સ્થળ પરથી 10 શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે એક શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસે જુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ પ્રગ્નેશ કરણસિંહ બિહોલા (રહે.લીંમડીવાસ, રતનપુર), લલીત કાળાજી ઠાકોર (રહે. ચકલીપુરાવાસ, વલાદ),વિશાલ બેચરજી ઠાકોર (રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટાપરૂ તાબે વલાદ),બિપીનભાઇ દશરથભાઇ (રહે. પટેલવાસ, સીંગરવા ગામ, તા.દસક્રોઇ),જગદિશજી મહેશજી ઠાકોર (રહે. ઘંટીવાળો વાસ, ગોરવંટા પરૂ તાબે વલાદ ),તુષાર જગદિશભાઇ ઠાકોર (રહે. મહેંદીકુવા, ઠાકોરવાસ, શાહપુર), ભક્તિભાઇ બળદેવભાઇ વ્યાસ(રહે .२३. વ્યાસવાળો, વલાદ),અમરતજી ચેહરાજી ઠાકોર (રહે. જોગણી માતાનો વાસ, કડાદરા) ,ગીરીશકુમાર ફકીરજી ઠાકોર (રહે. નવઘરી વાસ, વજાપુરા) તેમજ કિશન બીપીનભાઇ પટેલ (રહે. પટેલવાસ, વલાદ) હોવાનું કહ્યું હતું, જ્યારે અજય વિનુજી ઠાકુરનાસી ગયો હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે LCBએ ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી જુગારીઓ પાસેથી અંદાજે પોણા ત્રણ લાખની રોકડ, નવ મોબાઇલ, ચાર વાહનો, ગંજીપાના સહિત કુલ રૂ.17.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *