48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા

Spread the love

 

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. આ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુઓનો મિશ્ર અનુભવ થવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *