ભારતની પ્રથમ નેત્રહીન IAS અધિકારી પ્રાંજલ પાટીલે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પદ સંભાળ્યું હતું. તેની ઓફિસે પહોંચતા જ લોકોએ તેમનું સ્વાગત કર્યું. લોકોએ તેનું ફૂલોનો પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. પ્રાંજલ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરની છે. 2016 માં, તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી, જેમાં તે 773 મા ક્રમે હતો. પ્રાંજલ જ્યારે ફક્ત છ વર્ષની હતી ત્યારે તેની દોસ્તે તેની એક આંખમાં પેન્સિલનો વાર કરીને તેને ઘાયલ કરી નાખી હતી. ત્યારબાદ પ્રાંજલની તે દ્રષ્ટી ખરાબ થઈ ગઈ હતી. ત્યારે તે સમયે ડોક્ટરોને તેના માતાપિતાને જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે પોતાની બીજી આંખની દ્રષ્ટી પણ ગુમાવી દેશે. અને દુરભાગ્યવશ તેણે પોતાની બીજી દ્રષ્ટી પણ ગુમાવી દીધી. થોડાક સમય પછી પ્રાંજલની બન્ને આંખોની દ્રષ્ટી જતી રહી .
પ્રાંજલના માતાપિતા તેમના ભણતરની દિશામાં ક્યારેય અંધત્વ આવવા દેતા નથી. તેણે પ્રાંજલને મુંબઈના દાદરની અંધ શાળામાં પ્રવેશ અપાવ્યો. પ્રાંજલે 10 અને 12 ની પરીક્ષા પણ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી અને ચાંદીબાઈ કોલેજમાં આર્ટ્સ ફેકલ્ટીમાં 12 માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રાંજલે જણાવ્યું હતું કે ‘હું દરરોજ ઉલ્હાસનગરથી સીએસટી જતી હતી. દરેક જણ મને મદદ કરતા, ક્યારેક રસ્તો ક્રોસ કરવામાં, ક્યારેક ટ્રેનમાં ચડતા. કેટલાક અન્ય લોકો કહેતા હતા કે મારે ઉલ્હાસનગરની એક કોલેજમાં ભણવું જોઈએ, પરંતુ હું તેમને ફક્ત એટલું જ કહીશ કે મારે આ કોલેજમાં ભણવું છે અને મને દરરોજ મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી નથી. .