આપણા દેશમાં એક બાજુ કોઇ એક રૂપિયાના સિક્કાની કોઇ વેલ્યૂ સમજતા નથી, તો બીજી બાજુ ભારતના આ એક મુદ્રાની કિંમત તમારા વિચારથી ઘણી મૂલ્યવાન છે. આપણા દેશમાં મોટાભાગે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે એક રૂપિયાથી આજકાલ કંઇ નથી મળતું, પરંતુ એક રૂપિયાના સિક્કાને તમે કોઇ પણ અન્ય દેશમાં લઇને જાવ, તો કદાચ તમને ઘણું બધું મળી શકે છે. ભારત ધીમે ધીમે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા જઇ રહ્યું છે. મજબૂત અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારત દુનિયાનો બીજા નંબરનો વધારે વસ્તી ધરાવતો દેશ છે. આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાંથી એક હશે. અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં સૌથી મોટું યોગદાન ત્યાંની કરંસીનું હોય છે. આજે અમે તમને એક એવા દેશ માટે જણાવવા જઇ રહ્યા છે, જ્યાં ભારતની કરંસી ખૂબ મજબૂત છે. અમે જે દેશની વાત કરી રહ્યા છીએ, એ દેશનું નામ વિયતનામ છે. વિયતનામની રાષ્ટ્રીય મુદ્રા ડાંગ છે, જે ભારતીય કંરસીની સરખામણી વધારે નબળી છે. વર્તમાન સમયમાં ભારતીય એક રૂપિયાની કિંમત વિયતનામમાં 337.08 વિયતનામી ડાંગ બરાબર છે. જો તમે આ દેશમાં રજા માણવાનો પ્લાન કરી રહ્યા છો તો ખૂબ જ સસ્તા અને બજેટ ભાવમાં તમે અહીંયા યાત્રા કરી શકો છો.