GJ-૧૮ ની કુંડકે ને ભૂસકે વિકાસ તો થયો છે ,પરંતુ આ વિકાસ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તે પ્રજા ને લેખે લાગ્યો નથી, એવું કહી શકાય, કારણ કે GJ-૧૮ ની ફૂટપાથો જે નગરજનો માટે બનાવવામાં આવી હતી. આ ફૂટપાથો ઉપર ફેરિયાઓ,વેપારીઓ એ એવો જમાવી દીધો છે, કે રહેવાસી ઓ ને મજબૂરી માં ફુટપાથ ની નીચે ચાલીને જવું પડે છે.
ત્યારે ઘ અને ચ માર્ગ ઉપર બેફામ દોડતા વાહનો અથડાઈ જાય એક્સિડન્ટ થઈ જાય એવો ભય પણ લેવો છે ત્યારે વસાહતીઓ માટે બનાવેલી ફૂટપાથ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ આ ફૂટપાથો ઉપર શ્રમજીવી વેપારીઓએ કબજાે જમાવી દીધો છે ત્યારે સ્થિતિ એવી થઈ છે કે એક પછી એક આ જગ્યાઓ હાઉસફૂલ થઇ ગયેલી છે.GJ-૧૮ ના બસ સ્ટેન્ડો મનપા દ્વારા જે બનાવવામાં આવ્યા છે તેમાં પણ ફેરીયાવાળાઓ પોતાના બોક્સ થી લઈને ટ્રેકટર-ટ્રોલી તમામ રોડ, રસ્તા ,ફૂટપાથો ઉપર જમાવીને વેચી ગયા છે પહેલા ચારથી પાંચ ફેરિયા હતા તે આંકડો અત્યારે સૌથી વધારે પહોંચી ગયો છે જંગલખાતાની જગ્યામાં ધડકન એ વાડ તોડી ને રહેવા માટે આશિયાના બનાવીને ફૂટપાથો ઉપર દાવો કરવાનો ત્યારે GJ-૧૮ ની પ્રજાએ કેટલી જસ્ટ થઈ ગઈ છે કે મનપા આ સંદર્ભે કશું જ કરતી ન હોય તેમ મૂક પ્રેક્ષક બની ગઈ છે આખરે જે ફૂટપાથો બનાવવામાં આવી છે અને બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, તે કોના માટે છે? પ્રજા માટે કે શ્રમજીવીઓ ના ધંધા માટે?