GJ-૧૮ ખાતેના સે-૧૧ ખાતે આજરોજ મહીલા એડવોકેટ એવા અલ્પાબેન પ્રજાપતિ, તથા તેમના પતિ અલ્પીત ભાઇ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી ગણએશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અલ્પાબેન અને અલ્પીતભાઇને આ ઉમદા વિચાર જ્યારે પરીવાર પોતે કોરોના સંક્રમીત થતાં જે દર્દીઓ અને તેમના સગાઓની સ્થિતિ જાેયા બાદ કાંઇક કરવાની ભાવના સાથે તેમણે ગાંઠવાળી દીધી હતી. અને બંને કોરોનાથી સંક્રમીત થયા બાદ સાજા થયા અને તુરતજ દર્દીઓ અને તેમના દર્દીઓ અને તેમના સગાઓ માટે ભોજન, નાસ્તો, ચા, કોફી થી લઇને લીંબુ પાણી ૧૯ દિવસ GJ-૧૮ ની સિવિલમાં અકલ્પનીય સેવા કરવામાં આવી હતી.
યુવાધન જાેડે ક્યાં પૈસા વાપરવા, તે ખરેખર શીખવા જેવું છે, આજના યુગમાં ઉદ્યોગપતિઓની દોટ પૈસાપાત્ર બનવા અને ફોર્બ્સ નામની મેગેઝીનમાં પોતાનું નામ મોટા રીચ એટલે કે પૈસાપાત્ર માં આવે તે માટે દોટ મૂકી છે, ત્યારે આ મહિલાએ દોટ સેવા ના ઉદ્દેશ સાથે ફોર્બ્સ મેગેઝીનમાં નહીં પણ કુદરતના ચોપડે સારા કર્મ અને સારા કામો માટે દોટ મૂકી છે. ત્યારે આજરોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૩૫ જેટલી બોટલો ધ્વારા લોકોએ રક્તદાન કરી લીધું હતું.
અને આ લખાય છે. ત્યાં સુધી રક્તદાન લેવાનું ચાલું છે, ત્યારે કોરોના જેવી મહામારીમાં જે લોકોને થેલેસેમીયાના દર્દીઓને બ્લડની જરૂર પડે છે, ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓ આ આપી શક્તા નથી, ત્યારે ત્રીજી લહેર પહેલાં જ બ્લડ અત્યારથી ભેગું કરીને અલ્પાબેન ત્રીજી લહેરને મ્હાત કરવા સજ્જ બન્યા છે. ત્યારે આપેલું, વાપરેલું, ક્યારેય ફોગટ જતું નથી, માનજાતિ માટે અલ્પાબેન માનવમીગ બનીને લોકો માટે જે કરી રહ્યા છે, તે વંદનીય છે. ત્યારે આ પ્રસંગે જલારામ ટ્રસ્ટ એવા જલીપાણ દ્વારા ગાયો અને અબોલ જીવો માટે પીવાના પાણી સીમેન્ટ ના કુંડા પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે GJ-૧૮ ગ્રાહક સુરક્ષાના જજ શ્રી. ડી.ટી. સોની પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કલેક્ટર શ્રી કુલદિપ આર્ય ઉપસ્થિત રહ્યા હતાં.