GJ-૧૮ ગાંધીનગર સિવિલમાં કોઇપણ રોડ, રસ્તે જાવ તો કપચી નીકળી ગઇ છે, અને ધૂળ ઉડતી જાેવા મળે છે,ત્યારે હવે તો સિવિલના રોડ, રસ્તા પર ખાડા પડી ગયા છે, અને ગાબડાઓ એવા પડ્યા છે, કે દર્દીને સિવિલમાં લાવવામાં આવે અને ધડામ થાય એટલે સમજવાનું કે, સિવિલમાં એન્ટ્રી પડી, ત્યારે દર્દીઓની હાલત તો કફોડી થઇ ગઇ છે, પણ ડોક્ટરો સ્ટાફ પણ રોડ, રસ્તા તુટી ગયેલા હોવાથી ગસ્ત થઇ ગયા છે, ત્યારે કોરોનાની મહામારીમાં જ્યારે દર્દીઓને હોસ્પીટલ લાવવામાં આવે ત્યારે ખાડા, અને ગાબડાના કારણો કોરોનાની મહામારીમાં લોકોના હાડકાં તુટી રહ્યા છે.GJ-૧૮ ની સિવિલમાં ડે. મુખ્યમંત્રી નિતિનકાકા તમે એકવાર આવો, ભાવભર્યું આમંત્રણ અને દુઃખ ભર્યો પ્રશ્નનું સોલ્યુશન લાવો તેવી લોકમાં પણ માંગ ઉઠવા પામી છે.GJ-૧૮ ની સિવિલમાં જે ગેઇટ પાસે ગાયો ન આવે એટલે પાઇપ નાંખવામાં આવી છે, તે પાઇપો પણ તુટી જવા પામી છે.ત્યારે લોકોને વાગી જવાના અને રીક્ષા, વાહનો ફસાઇ જવાના પણ બનાવો બનવા પામેલ છે. ડે. મુખ્યમંત્રી એકવાર મુલાકાત લો, એટલે મસ્ત અને સાફ-સુતરું GJ-૧૮ સિવિલ બની જાય, ત્યારે માર્ગ અને મકાન તથા આરોગ્ય ખાતું પણ આપના હસતક હોઇ જેથી રોડ, રસ્તા ઝડપથી બને તે જરૂરી છે.