દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકોના જીવ ગયા છે ત્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતિ બેન જાેખમે તો ગુજરાત માટે મોટું જાેખમ ઊભું કરીને અનેક લોકોના આ મહામારીમાં જીવ ગયા છે ત્યારે વારંવાર સ્ટેટમેન્ટ બદલતા અને વારંવાર નવા નિયમો બદલી-બદલીને પ્રજાને દોડાવી દીધી હતી કોરોના ની પ્રથમ લહેર આવી ત્યારે બીજી લહેર આવવાની હતી તે ખબર હતી પણ આ સંદર્ભે કોઈ જ ગંભીરતા ન લેતા આખરે કોરોનાની મહામારી માં હજારો માનવ મૃત્યુને શરણે થયું હતું ત્યારે કોરોનાની મહામારી માં ઓક્સિજનના બાટલા ન મળતા અને હોસ્પિટલો તમામ પેક રહેતા બેડ પણ ન મળતા અનેક સ્થિતિ વિકટ માં મુકાઇ ગઇ હતી આ વિકટ સ્થિતિમાં સરકારને પણ સ્ફોટક સ્થિતિમાં મૂકી દેનારા જયંતિબેન જાેખમને ગબડાવે રાખ્યા હતાં. કોરોનાની પ્રથમ લહેરમાં અનેક વખત નીત નવા નિયમો લાવીને ગુજરાતની પ્રજાને ગાંડા કરી દીધા હતા. આંજે ગુજરાત કોઇ એવું ગામ નહીં હોય કે જ્યાં કોરોનાના દર્દી ન હોય, અને સરકારને પણ અસંમજમાં મૂકનારા જયંતિબેન ની ત્વરીત જાે બદલી કરી હોય તો આ સ્થિતિ ન સર્જાત? આખરે સરકારને ભ્રમજ્ઞાન થયું કે, જવબાદારી કોની છે.?
વેક્સીનમાં પણ પહેલાં ૨૪ દિવસે બીજાે ડોઝ લેવાનો બાદમાં ૪૮ દિવસ અને પછી ૯૦ દિવસ બાદ આવા દરેક વખતે સ્ટેટમેન્ટો બદલતાં પ્રજાને પણ ગાંડી કરી મૂકી હતી.
ત્યારે આરોગ્ય સચિવ તરીકે જયંતિબેન ફેઇલ રહ્યા હતા. આજે જયંતિબેન ગ્રામ્ય વિસ્તારની રૂબરૂ મુલાકાત લો, કેવી સ્થિતિ છે, જાણો, એરકન્ડીશનમાં બેસીને હુકમો કર્યાબાદ તેના અમલ કેટલા થતા હતા, તે જાણ્યા હતા ખરા? રેમેડેસીવરનામનું ઇન્જેક્શનમાં ભોપાળું થયા બાદ સરકારનો ગ્રાફનીચે ગબડાવવામાં જયંતિબેને જાેર માર્યુ હોય તેવું પ્રજામાં ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે આખરે જયંતિબેન જાેખમની બદલી થતાં સરકારની શાખ વધશે તેમાં બેમત નથી, પણ જે નુકશાન અનેક સ્વજનો ગુમાવનાર પરીવારને જયંતિબેન દીલાસો આપતા જજાે, બાકી ગુજરાતની જનતા ભોળી અને દવાખાનામાં જે લૂંટ મચી તેમાં ખાલીખમ થઇ ગઇ છે.
તોકતે વાવાઝોડું આવ્યું અને ગયું પણ તોકતે નામનું વાવાઝોડું અઘરૂ ન હતું, તેટલું જયંતિબેન જાેખમ નું જાેખમ વધારે લોકને કાઠુ પડ્યું છે. તોકતેથી નુકશાની થઇ હતી, પણ જયંતિબેન જાેખમથી અનેક લોકોના સ્વજનો ગુમાવ્યા જે અનેક નિર્ણયો અનીર્ણીત કર્યા હોવાથી, બાકી આરોગ્યના સચિવ તરીકે બદલી થતાં પ્રજાએ તો હાશકારો અનુભવ્યો છે.