સુરત એટલે સોનાની મુરત ,કહેવાય, કહેવત છે, કે સુરતનું જમણ, કાશીનું મરણ. પણ હવે સુરત બદસુરત બન્યા બાદ આપ પાર્ટી દ્વારા વર્ષો જૂના એવા પૂર્ણ વિસ્તારમાં આવેલી ખાડી માં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો, અને કાર્યકરોએ જાતે ખાડીમાં ઉતરીને સાફ-સફાઈ નો આરંભ કર્યો છે. સુરત કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી હોવા છતા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો.
મહત્વનું છે કે સુરતમાં પ્રિમોન્સુન કામગીરી દરમિયાન ખાડી વિસ્તારની આજુબાજુ પણ કામગીરી કરવાની હોય છે, ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જોવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તેના કારણે પુણા, લિંબાયત,પરવત ગામ, પરવત પાટિયા સહિતના વિસ્તારની અંદર ખાડી પૂરના પાણી પ્રવેશી ગયા હતાં. જેથી લોકોને ભારે હાલાકી થઈ હતી. પરંતુ આ વર્ષે પણ સુરત મનપા એ પ્રિ-મોન્સુનની કામગીરીને લઈ ચોક્કસ પગલાં ન ભરતા આપ પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.
આપ પક્ષે વારંવાર ખાડીની સફાઈ કરવાની રજૂઆત કરવા છતા કામગીરી ન થયાનો આક્ષેપ કરી જાતે જ ખાડીમાં ઉતરીને સાફસફાઈ કરવા લાગી ગઈ હતી. તેમને જણાવ્યું હતું કે કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી કે, જો તમે આ પ્રકારે સફાઇની કામગીરી નહીં કરો અમે આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.
મહત્વનું છે કે ખાડીમાં દૂષિત પાણી હોવાથી આરોગ્યલક્ષી અનેક પ્રશ્નો ઊભા થતાં હોય છે. તેમજ ચોમાસા સિવાય પણ સામાન્ય દિવસોમાં આ વિસ્તારની હાલત એકદમ બત્તર થઈ જાય છે ખાડીમાં ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના લીધે આસપાસની સોસાયટીઓના રહીશોને મેલેરિયા,ડેન્ગ્યુ જેવા રોગોનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ એટલી હદે ગંદકી થઈ છે કે, જેના લીધે ચોમાસામાં ખાડીમાં બહાર આવવાની શક્યતાઓ વધી જાય છે.
આપના નગરસેવકના જણાવ્યા મુજબ SMC કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા અમે આજે ખાડી સફાઈની કામગીરી શરૂ કરી હતી.
બેન્કોની દશા બેઠી, SBI માં અધધ 78,072 કરોડનો ફ્રોડ, ટોટલ આંકડો સાંભળીને ચોંકી જશો
અદાણી પાસેથી બાકી રહેતા 1400 કરોડ વસૂલ કરી સરકાર કોરોનામાં વાપરે તો RBI પાસે લોન ન લેવી પડે, હાઇકોર્ટમાં થઈ અરજી