ભારત સરકારની થિંક ટેન્ક નીતિ આયોગે સતત વિકાસના લક્ષ્યો પર પોતાનો ત્રીજો રિપોર્ટ જાહેર કર્યો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નામના આ રિપોર્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સામાજીક, આર્થિક અને પર્યાવરણીય સ્થિતિ પરના પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવે છે. આ રિપોર્ટમાં કેરળ ટોપ પર છે, જ્યારે બિહારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે.
ઝારખંડની સ્થિતિ પણ કંઈ સારી નથી અને તે બિહાર બાદ સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે દિલ્હીમાં ગુરુવારે આ રિપોર્ટ લોન્ચ કરતા કહ્યું કે,’એસડીજી ઈન્ડેક્સ અને ડૈશબોર્ડના માધ્યમથી એસડીજી પર નજરના અમારા પ્રયાસોને સમગ્ર વિશ્વમાં ઓળખ મળી રહી છે. આ ડેટાના ઉપયોગ વિકાસના પ્રોજેક્ટ પર કરવામા આવી રહ્યું છે.’
ટોપ-5 રાજ્યોમાં હિમાચલ પ્રદેશ અને તામિલનાડુ બીજા ક્રમે, આંધ્ર પ્રદેશ-ગોવા-કર્ણાટક-ઉત્તરાખંડ ત્રીજા ક્રમે, સિક્કિમ ચોથા ક્રમે અને મહારાષ્ટ્ર પાંચમા ક્રમે છે. સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં બિહાર અને ઝારખંડ બાદ અરુણાચલ પ્રદેશ, મેઘાલય, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો નંબર આવે છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
કોરોનાનો કહેર/ ચીને ગુઆંગડોંગ પ્રાંતના શહેરોમાં લાદ્યું કડક લોકડાઉન, 40થી વધુ કેસો સામે આવતા
વિસાવદર પંથકમાં તાઉ-તે વાવાઝોડાના કહેરથી હજારો વીજપોલ થયા ધરાશાયી, સિંહની ડણક અને દીપડાનો ડર સતાવી રહ્યો છે કર્મચારીઓને
કામની વાત/ PAN કાર્ડને નિષ્ક્રિય થવાથી બચાવવું હોય તો આજે જ કરી લો આ કામ, નહીંતર મસમોટો દંડ ભરવા તૈયાર રહેજો
મિશન મંગળ બાદ નાસાનું મિશન શુક્ર : જ્યાં સીસું પીગળી જાય છે એવા ગ્રહ પર મોકલાશે 2 યાન, આ કારણે નાસા કરશે 100 કરોડનો ખર્ચ