દેશમાં કોરોનાની મહામારી ના કારણે પ્રથમ વેવ માં જે કોરોના થયો હતો ત્યારે બેડ પણ મળી જતા હતા બીજા વેવ માં બેડ ઓક્સિજન અને હજારો માનવ મૃત્યુ પામ્યા હતા ત્યારે હવે ત્રીજી લહેરનો દેશમાં વધી રહ્યો હોય તેમ આટલા રાજ્યોમાં બાળકો સંક્રમિત થયા છે કોરોના ના આંકડાઓ ઉપર નજર દોડાવીએ તો બે રાજ્યોમાં જ 90 હજારથી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. આવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો બે રાજ્યોની આ હાલત છે તો આખા દેશમાં શું હાલત થશે? આવામાં એ કહેવું ખોટું નહીં હોય કે દેશમાં ત્રીજી લહેરે પગપેસારો કરી દીધો છે. તેલંગાણામાં માર્ચથી મેની વચ્ચે 37,332 બાળકોને કોરોના રિપોર્ટ્સ પ્રમાણે કોરોનાના આંકડાઓને જોઇએ તો મહારાષ્ટ્રમાં દર વખતની માફક ત્રીજી લહેર પણ ખતરનાક સાબિત થઈ રહી છે.
મહારાષ્ટ્રના અહમદનગરમાં ફક્ત મે મહિનામાં 9 હજાર બાળકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. બાળકોમાં કોરોનાના વધતા કેસોએ હવે સ્વાસ્થ્ય વિભાગના પણ હોશ ઊડાવી દીધા છે. બાળકોમાં કોરોનાના વધતા કેસોને જોતા અત્યારથી તૈયારી ચાલી રહી છે. તો તેલંગાણામાં માર્ચથી મેની વચ્ચે 37,332 બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે.
MPમાં અત્યાર સુધી 54 હજાર બાળકો કોરોનાની ઝપટ કોરોનાનો હુમલો નવજાત બાળકને લઇને 19 વર્ષ સુધીના બાળકો પર થતો જોવા મળી રહ્યો છે. તેલંગાણા સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે જેટલી ઝડપથી બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન તેલંગાણામાં 15 ઑગષ્ટથી 15 સપ્ટેમ્બર 2020 સુધી 19,824 બાળકો સંક્રમિત થયા હતા. મધ્ય પ્રદેશની સ્થિતિ પણ અત્યારે ઘણી ખરાબ જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં કોરોનાની પહેલી અને બીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધી 54 હજાર બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. ડૂંગરપુર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 512 કોવિડ-19 સંક્રમિત રાજસ્થાનમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. ડૂંગરપુર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 512 કોવિડ-19 સંક્રમિત થયા છે. રાજસ્થાન રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ સંગીતા બેનીવાલે જણાવ્યું કે, બાળકોના આ રીતે કોરોના પોઝિટિવ મળવાના મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે.