ગુજરાતમાં અબજાે રૂપિયાની ખાણ ખનીજ ની ચોરી થાય છે ત્યારે આ ખાણ ખનીજની ચોરી માં રેતી માફિયાઓ એવા લોકોનો ભારે તગડાં બન્યા છે કરોડો રૂપિયાના વાહનો ખાણ ખનીજ દ્વારા જપ્ત કર્યા બાદ પણ ચોરી સ્ટોપ થવાનું નામ લેતી નથી, ત્યારે જેમ સ્પ્રિંગ વધારે દબાવાય તેમ ઉછળી રહી છે. સરકારને તંત્ર દ્વારા રેતી માફિયાઓને નેસ્ત નાબૂદ કરવા ડ્રોન ખરીદવાની ફરજ પડાઇ હતી ત્યારે રૂપાણી સરકારે કરોડો રૂપિયાના ખરીદીને તંત્રને આપ્યા છતાં તંત્ર નું સેટિંગ .કોમ ઘણો કે રેતી માફિયાઓ નો દોઢ ગણો કશું જ ઉપાડી શક્યું નથી અત્યારે ય્ત્ન-૧૮ ખાતે ની એમએસ બિલ્ડીંગ અને કલેકટર કચેરી પાસે આપેલા મેદાનમાં અનેક જેસીબી મશીનો ટ્રકો ટ્રેક્ટરો રેતી ઉલેચવાનું મશીન થી લઈને મોટી સંખ્યામાં વાહનો ખડકલો જાેવા મળી રહ્યો છે ત્યારે ચોરી બોરી થઈ હોય તેવું લાગતું નથી.
પોલીસ દ્વારા દરેક ચાર રસ્તે, સર્કલો પાસે કમેરા મુકવામાં આવ્યા છે. પણ શીટબેલ્ટ ન બાંધવો હોય, માસ્ક ન પહેર્યું હોય, ગાડીનો નંબર કદાચ ન હોય અને ઝાંખો દેકાતો હોય તો તેઓ રડાર માં આવી જાય, અને ફરફરીયું નો ચાંલ્લો ઘરે આવી જાય, ત્યારે રેતી માફીયાઓના કોઇ જ વાહનો કેમેરામાં કેદ થતાં નથી, દરેક ચાર રસ્તે અટકાવવામાં આવેલા ટ્રાફીક પોલીસ હાજર હોવા છતાં ફક્તને ફક્ત નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે તંત્ર દ્વારા ખરીદેલા ડ્રોનમાં રેતી માફીયાઓ જે ચોરી કરી રહ્યા છે, તે કેમ આવતાં નથી? તે હાલ યથાર્થ પ્રશ્ન છે. ૧ વર્ષ પહેલાં જે રેતી માફીયાઓના વાહનો પકડાયા હતા, તેના ક્યાં વધુ વાહનો પકડાયા છતાં ચોરી ઓછી થવાનું નામ લેતી નથી, શહેરોમાં જ્યારે કોરોનાના કેસો વધ્યા ત્યારે લોકડાઉન રાખવામાં આવેલ ત્યારે ધાબા ઉપર યોજાતી ભજીયાપાર્ટીને પમ તંત્રએ પકડ્યા છે. ત્યારે તંત્રએ ખરીદેલા હેવી મોંઘાદાટ ડ્રોન તો શોભાના ગાંઠીયા સમાન રાખવાના છે. હવે તો બહાર કાઢો? બાબુઓ શની, રવિ તથા તહેવારોની રજામાં મોજ કરતાં હોય ત્યારે રેતી માફીયાઓ ચોરી કરવાની ખોજ કરતાં હોય છે, હવે મોટાભાગે ચોરીની મોડસ ઓપરેન્ડી જે બદલાઇ ગઇ છે, તેમાં શનિ, રવિ અને તહેવારોના દિવસોની રજામાં ચોરી થવાની અને માલનો સ્ટોક કરી દેવાનો, બાકી આરામ, ત્યારે ગમે તે બ્રિજ ઉપરથી જાેવામાં આવે તો રેતી માફીયાઓ રજાના દિવસે મશીનો લાવીને રેતી ઉલેચી રહ્યા હોય છે. સરકારને અબજાે રૂપિયાની રોયલ્ટી નું નુકશાન પડે છે.
રૂપાણી સાહેબ આપશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલા ડ્રોનો આ રેતી માફીયાઓના ડોનો સામે બુઠ્ઠા હોય તેમ ચોરી ઘટી નથી, પણ મોડસ ઓપરેન્ડી ચોરી બદલીને ચોરી વધી છે. રેતી માફીયાઓની સીન્ડીકેટ ક્લીપ, સરકારી બાબુઓની રજાની ટ્પી નું કામ કરી રહી છે. ત્યારે રેતી માફીયાઓ પોતાની ટ્રકો, ટ્રેક્ટરોના નંબરો પણ રાખતા નથી, અને હવે ય્ત્ન-૧૮ ખાતે જ્યાં ટ્રકો પકડીને જમા કરવામાં આવી છે તે જગ્યાએ ટ્રકો, વાહનોની ચોરી થતાં આખરે સિક્યુરીટી પણ તંત્રએ મુકવાની નોબત આવી છે. ત્યારે રેતી માફીયાઓ એવા ડોનો તંત્રને જમા કરેલા વાહનો પણ ચોરવા સુધી પહેલ કરી મુક્યા છે. ત્યારે સરકારે આ પ્રશ્ને ગંભીરતાથી લેવાની જરૂર છે.