દેશમાં કોરોનાની લહેર આવ્યા બાદ વિકાસ પુરુષોએ કામોની મહેર પણ એટલી કરીને પોતાની બચત પણ સારા ઉદ્દેશથી અને પ્રજાના કામો વાપરી રહ્યા છે. દેશમાંજાેવા જઇએ તો લોકો પૈસા પાછળ ઘેલું લાગ્યું હોય તેમ પોતે નંબર વન પૈસાપાત્ર બનવાની હોડ અને રેસમાં લાગ્યા છે, ત્યારે ગયણા જ વિકાસ પુરુષો જે પોતાનાથી થાય અને ઘરના ફળીયા વાપરીને પૈસાપાત્ર બનવા માટે નહીં પણ પ્રજાના પ્રશ્નોનો ભંડાર છે, તેને ઓછો કરવા દોટ લગાવી છે. ત્યારે કોઇપણ માનવ સ્મશાનમાં જાય એટલે વૈરાગ્ય આવી જ જાય, અને ન કરવાના વિકાસના કામોનો ભાર માથે ચઢાવીને તૈયાર થઇ જાય, પણ સ્મશાન ના ઝાંપા બહાર નીકળીને ઘરે આવો એટલે વૈરાગ્ય પૂર્ણ થઇ જાય, પણ મનમાં બાંધેલી ગાંઠ હોય તો કરીને જ જંપે, ત્યારે આ વિકાસ પુરુષ એવા પ્રેમલસિંહ ગોલે વાવોલને વેગવંતુ બનાવવા તમામ પ્રયત્નો આદરીને જે વાવોલ પહેલાં ચમક્યું હતું. અને તેની ચમક ઝાંખી થઇ ગઇ હતી, તે ચમક લાવવા પ્રેમલસિંહે પોતાનો પટારો ખોલીને વાવોલને વેગવંતુ અને વિકાસશીલ બનાવવા અથાગ પ્રયત્ન કર્યો છે.
કોરોનાની મહામારીમાં જે બીજી લહેર ભારે ઘાતક હતી, ત્યારે ઘરે-ઘરે કોરોના અને આખો પરીવાર કોરોના ગ્રસ્ત થયો હોય ત્યાં આ કમલાપુંજ ટ્રસ્ટના પ્રેમલસિંહ ગોલ, અંબુજી ગોલની બેલડીએ અનેક લોકના ઘરે ટીફીન પહોંચાડવા ભારે મહેનત કરી હતી, ત્યારે આ કામમાં અનેક સેવકો પણ લાગ્યા હતા, વરસાદ તોકતે નામનું વાવાઝોડું ત્રાટક્યું પણ સેવા ચાલુ રાખી હતી, અને વાવોલનું સ્મશાનગૃહ નર્કાગાર જેવું હતું તેને રંગોરંગાન કરીને ચકાચક બનાવવા હરણફાળ આપ્યો છે, ત્યારે રોડ, રસ્તા, અનેક તુટી ગયા હોવા છતાં સ્વખર્ચે સ્મશાનનું કામ આરંભીને એક નવો દ્રષ્ટિકોણ સાથે વાવોલનો વિકાસ કર્યો છે. પહેલાં ગુડા અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌપ્રથમ વિકાસ વાવોલથી શરૂ થયો હતો, પણ સરગાસણ, રાયસણ, રાંદેસણ, કોબા વિસ્ટાર તરફ વધારે નજર દોડાવતા વાવોલનો વિકાસ અટકી ગયો હતો, જે વાવોલની ચમક હતી, તે ગ્રાંખી પડી હતી, ત્યારબાદ પ્રેમલસિંહ અંબુજીગોલ જેવા વિકાસશીલ પુરુષોએ બીડું ઝડપીને કોરોનાની મહામારીમાં અનેક સેવાઓમાં ઝંપલાવતા વાવોલ ની ફરી ચમક શરૂ થઇ ગઇ છે. ત્યારે હમણાંજ ફાટક પાસે એક ટ્રોલીએ વાહનને ઠોકી દેતાં ભારે નુકશાન આ વાહનને થયેલ હતું.
તે વાહનની નુકશાની પણ પ્રેમલસિંહ પરીવાર દ્વારા પોતે માથે લઇને મહિલાને ન્યાય આપ્યો હતો. ત્યારે પ્રેમલસિંહ પ્રજાના પનોતી જેવા પ્રશ્નોને હાથ પર લઇને જે પોલ્યુશન કરતાં પણ અઘરા હતા, તેને સોલ્યુશન દ્વારા હાથ ઘરેલ છે.