GJ-૧૮ ગાં.મનપાના નવું ભોપાળું, ફ્રીમાં મળેલા સેનેટાઇઝર વાપર્યા નહીં, અને કેશમાં ખરીદી, પ્રજાના પૈસાનો ધુમાડો

Spread the love

GJ-૧૮ મનપા એ તો ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર લીધો હોય તેમ બાંકડા, ભુંગળા, અંડરબ્રિજ, ગાર્બેઝ કલેક્શન, રોડ, રસ્તા, સાફ-સફાઇ થી લઇને કોઇ એવી જગ્યા નથી રાખી જ્યાં ભ્રષ્ટાચાર ન થયો હોય, ત્યારે કોઇ કંપનીએ વિનામૂલ્યે આવેલા લાખો રૂપિયાના સેનેટાઇઝર પણ પ્રજાને ન મળતાં અને પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં પણ સંગ્રહ કરી રાખેલા સેનેટાઇઝર બંગારીયા હોય તેમ પસ્તી બની ગયા છે. ત્યારે સે-૨૮ ની લગ્નવાડીમાં મોજુદ છે. હાલ પણ અંદાજિત ૩૦ જેટલા કેન ભરેલા અને ખાલી પડ્યા છે. આ કેમિકલ આટલા સમયથી પડી રહ્યું હોવાથી કેમિકલ ઉપર ફૂગ મળી ગયું હોય તેવું તસવીરમાં દેખાય રહ્યું છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આજથી આઠ મહિના પહેલાં આવેલું આ સેનેટાઈઝરનું કેમિકલ હજુ સુધી ઉપયોગમાં લેવામાં આવ્યું નથી અને પડ્યું પડ્યું ફૂગ વળી અને બગડી ગયું છે. તો બીજી બાજુ લોકો રૂપિયા ખર્ચીને ઘરે ઘરે સેનેટાઈઝરની બોટલોનું વિતરણ કરે છે તેમ જ પોતાનો એરીયા સેનેટાઈઝર કરાવે છે. ત્યારે મહાનગરપાલિકાને મફતમાં મળેલા આ સેનીટાઇઝરના કેન છેલ્લે ફુગ વળીને બગડી જવાની હાલતમાં છે. આ સંદર્ભે ડેપ્યુટી કમિશનર પીસી દવે સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ૮ મહિના પહેલા ખ્તટ્ઠષ્ઠઙ્મ દ્વારા ટ્રક ભરીને આ કેમિકલ લાવવામાં આવ્યું હતું. મફતમાં મળતા હોવાથી તે વખતે ટ્રક ભરીને લાવી દીધું હતું. આ કેમિકલ સોડિયમ હાઇપરક્લોરાઇડ નામનું સેનેટાઈઝર છે. જે જ્વલનશીલ નથી.
પી.સી દવેના જણાવ્યા અનુસાર તેને દીવાસળી ચોપો તો પણ તે સળગશે નહીં. સેક્ટર ૨૮ લગ્ન વાડી માં પડી રહી ને બગડી ગયેલું સેનેટાઈઝર લોકોની જ ઉપયોગમાં આવવાનું હતું. ડેપ્યુટી કમિશનરના જણાવ્યા અનુસાર તેને પંપ મારફતે સરકારી ઇમારતો અને ઓફિસ અને ઘરોમાં છાંટવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com