કોરોના યુગમાં ડોક્ટરોની શાનદાર કમાણી રહી તો કોરોના યુગ પછી વકીલો નો સમય આવશે અસંખ્ય કેસો વકીલોની રાહ જાેઈ રહ્યા છે

Spread the love

એવું માનવામાં આવે છે કે જગતમાં સૌથી સુખી પ્રજાતિ કોઇ હોય તો તે વકીલો છે, રોજ નવી નવી સમસ્યાઓ જાેવાની અને મનોમન આનંદ માણતા હોય છે કે આપણે આવો કોઈ પ્રોબ્લેમ નથી…
વિશ્વભરના સાઇકોલોજીવાળાઓ માને છે કે વકીલો સામાન્ય જનતા કરતાં છ ગણું વધુ સ્ટ્રેસ ધરાવતા હોય છે. ઇવન વકીલાતનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ ડિપ્રેશનથી પીડાતા હોવાની માન્યતા છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં વકીલોની આત્મહત્યા પાંચમા ક્રમના વ્યવસાયીઓમા આવે છે.
ભારતમાં તો વકીલો પણ પોતાના પર અભ્યાસ માટે ભાગ્યે તૈયાર થાય. અમેરિકામાં ૨૦% વકીલો સ્ટ્રેસ સહન ન થતાં દારુના વ્યસની બની જાય છે. ભારતમાં શોખ હશે પણ આટલી ખરાબ હાલત લાગતી નથી… હા, શોખ અલગ વાત છે.
વકીલોમાં એક ડર હોય છે, કાયદાનો ભંગ કરવો નહીં. જાે વકીલો જ કાયદાની પકડમાં આવી જાય તો પ્રતિષ્ઠાનો સવાલ બનતો હોય છે, જેનો બેક ઓફ માઇન્ડ ડર તો હોય છે જ… સિનિયર અને સક્સેસ વકીલો નામના સાથે ટકી રહેવાની સિક્યોરિટી અને ખાસ તો એકલતાથી પીડાતા હોવાનો વૈશ્વિક અભ્યાસ થયો છે….
આમ તો કાયદા તોડવાની શરૂઆત ગાંધીજીએ કરી હતી, પણ રાજકીય વિરોધ માટે…. ગાંધી માનતા કે અસીલને શાંતિથી સાંભળશો તો કાયદા ટૂલ્સ તરીકે કામ લાગશે.
આફ્રિકામાં ગાંધીજીની શાનદાર પ્રેક્ટિસ હતી. વચ્ચે વચ્ચે ભારત આવીને વકીલાત કરવા પ્રયાસ પણ કર્યો, જામનગરમાં પહેલો કેસ પણ જીત્યા હતાં… છતાં સાઉથ આફ્રિકામાં જ પ્રેક્ટિસ ફાવી ગઇ હતી….
એ જમાનામાં ગાંધી આફ્રિકામાં ધોળીયાઓની વસ્તીમાં વૈભવી મકાનમાં રહેતા હતાં, બે ફાર્મ સાથે આશ્રમ પણ ડેવલપ કર્યા હતાં.
ભારતના ચંપારણ આંદોલનથી ગાંધીજીએ અનેક વકીલોને નેતા બનાવ્યા હતા… પહેલાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ, રામનવમી પ્રસાદ, શંભુ બાબુ, ધરણી બાબુ, વ્રજકિશોર પ્રસાદ, વિંધ્યવાસિની પ્રસાદ, રામ પ્રસાદ સિંહ, ગયાપ્રસાદ, બચ્ચન રાય, કિતાબ ફકીર, મહેન્દ્રનાથ સિન્હા, ગોરખબાબુ…. બહુ લાંબી યાદી છે.
મૂળ વાત એટલી જ કે પહેલાં આંદોલનથી ગાંધીજીને પોતાની કમ્યુનિટી એટલે કે વકીલો પર ભરોસો હતો…. તે જમાનામાં અંગ્રેજ વકીલ કરતાં પણ વધુ ફી વસૂલતા અને ધોળિયાઓ પણ જેને વકીલ રાખવામાં ગૌરવ અનુભવતા એવા મોતીલાલ નેહરુથી માંડી આઝાદ ભારતના ઘડવૈયા સરદાર, આંબેડકર અને નેહરુ પણ સાથીઓ અને સાક્ષી રહ્યા છે…. એક રીતે કહી શકાય કે વકીલોના સ્વપ્નનું ભારત છે…
હા, પણ ભારતમાં વકીલો બનાવવામાં સૌથી મોટો કોનો ફાળો? વકીલાત વ્યવસાય ઝીણા ફેમ મુસ્લિમયુગનો હતો, લગભગ ૧૮૬૦ સુધી.
મેકોલે એ ગરબડ કરી અને અંગ્રેજી માધ્યમ ફરજિયાત કરતાં હિન્દુ વકીલો સન ૧૮૮૦ પછી વધતાં ગયાં….
સન ૧૬૭૨માં બ્રિટિશ ભારતની પહેલી કોર્ટ મુંબઈમાં બની હતી….૧૭૨૬માં મદ્રાસ અને કલકત્તામાં પ્રાથમિક કક્ષાની કોર્ટ બની હતી, પણ કેસ લડનારા વકીલો ન હતાં…પહેલી કોર્ટના સો વર્ષ પછી એટલે કે ૧૭૭૦શ્૮૦ના દાયકામાં સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી હતી, જજથી માંડી વકીલો બ્રિટિશ જ હતા.
ભારતમાં કાયદા તો વૈદિક યુગથી હતાં, સિંધુ ખીણની સંસ્કૃતિમાં જે રીતે શહેરો બન્યા હતાં, એ જાેતા નાગરિકો માટે નિયમો ચોક્કસ હશે. હાલની ભારતની કાયદાકીય વ્યવસ્થા બ્રિટીશ મોડેલ પર આધારિત કહી શકાય. આજના આ સ્ટ્રેસનો બનેલો વ્યવસાય માટે એવું માનવામાં આવે છે કે, યુરોપના કેટલાય દેશોની વસ્તી કરતાં ભારતમાં એકલા ક્રિમિનલ કેસોની સંખ્યા વધુ છે…
દુનિયાનો સૌથી જૂનો વ્યવસાય એવો વકીલાત આમ તો ગ્રીસમાં શરૂ થયો, જાે કે ફી લેવી નહીં એવો રોમમાં નિયમ હતો… પણ ભૂખ્યા પેટે વિચાર થોડા આવે? તે સમયે સારા વક્તાઓ વકીલ બનતા…. યુરોપમાં ત્રીજી ચોથી સદીમાં વકીલાત કરવા રજીસ્ટ્રેશન કરાવવું પડે એવા નિયમો બનવા લાગ્યા હતા. હા, તે જ ગાળામાં નોટરીનો વ્યવસાય પણ અલગ રીતે વિકસવા લાગ્યો હતો.
આજકાલ વકીલાતમાં નવો ટ્રેન્ડ આવતો જાય છે, એક સમયે ભારતની કોર્ટોમાં મહિલા વકીલોની સંખ્યા અડધોઅડધ થાય તો નવાઈ નહીં.
આજકાલ મેડિકલ, એક્સિડેન્ટ કે બેન્કિંગ જેવા ક્ષેત્રોની વકીલાતમાં મહિલાઓએ મોટો પગપેસારો કર્યો છે. કદાચ કોઈ અસીલ ફી ન આપે તો ફેક્ટરી પ્રોડક્શન જેવો લોસ હોતો નથી. ભવિષ્યમાં સુપ્રિમ કોર્ટમાં જજ મહિલાઓ જાેવા મળે તો જરાય નવાઈ રાખવાની જરૂર નથી…
યુવા વકીલોએ દુર્ગાબાઇ દેશમુખના જીવનનો અભ્યાસ કરવો જાેઈએ. ભારતની ફેમિલી કોર્ટની સ્થાપના કરનાર દુર્ગાબાઇ દેશમુખે તો કિશોરવયમાં ગાંધીની મદદથી દેવદાસી પ્રથા ઘણે અંશે ખતમ કરી હતી…. કોણ કહે છે કે વકીલોએ સામાજિક ચેતના માટે કામ નથી કર્યા?
વકીલોની ઇમેજ બનાવવામાં ફિલ્મોએ ખાસ ભૂમિકા ભજવી છે, તારીખ પે તારીખ, કોર્ટમાં કદી જાેવા ન મળે એવી ફિલ્મી કોર્ટ અને ફિલ્મી કેસોની કાર્યવાહી…. આજે પણ ગીતા કે કુરાન લઇને ફિલ્મી કોર્ટ કહે કે જાે કુછ કહુંગા…
દામિની કે મેરી જંગ જેવી ફિલ્મોથી મુન્નાભાઈ હોય કે એલએલબી સિરીઝની ફિલ્મો…. હકીકતમાં કોર્ટમાં આવું કશું હોતું નથી. કોર્ટ અને વકીલાતને ગ્લેમર બનાવવામાં ફિલ્મોએ શાનદાર ભાગ ભજવ્યો છે, એ કોઈ નકારી ન શકે.
દરેક સમયગાળા મુજબની કહાની કહેતી ફિલ્મોએ વકીલો અને જજસાહેબોના ડ્રેસ વિશે ઘણી ઉત્સુકતા ફેલાવી છે.
કોઈ પણ વ્યવસાયમાં ડ્રેસ કોડ આત્મવિશ્વાસનો પ્રતિક હોય છે. વકીલો સાથે બ્લેક એન્ડ વ્હાઇટ જાેડાયેલો છે. બ્લેક સત્તા અને શક્તિ સાથે વ્હાઇટ તેજસ્વીતાનું પ્રતિક છે. આમ તો બ્લેક કલર ડિસીપ્લિન સાથે જાેડાયેલો છે, એટલે જ કોટ પહેરેલા વકીલની ભાષા અને વર્તનમાં આપોઆપ ફેરફાર આવે છે. ભારતમાં ૧૯૬૧થી ફરજિયાત બનેલો વકીલોનો ડ્રેસ કોડ પણ બ્રિટીશ પ્રણાલિ પરથી આવ્યો છે. લોકો એવું માને છે કે વકીલોને સમજવા મુશ્કેલ હોય છે, એ તો વકીલોની વાઇફોને પૂછવું પડે… કારણ સરળ છે કાળો રંગ ટ્રાન્સફરન્ટ હોતો નથી ??
હા, એવું માનવામાં આવે છે કે કોરોનાયુગમાં ડોક્ટરોની શાનદાર કમાણી રહી તો કોરોનાયુગ પછી વકીલોનો સમય આવશે. અસંખ્ય કેસો વકીલોની રાહ જાેઈ રહ્યા છે….
એક માન્યતા એવી પણ છે કે જેણે વકીલાતની પ્રેક્ટિસ કરી હોય એ કોઈ પણ વ્યવસાય અથવા નોકરીમાં સફળ થઈ શકે. બેન્કિંગ, શિક્ષણ કે ખેતી જેવા વિષયોમાં વકીલાત ભણેલા સફળ થતા હોય છે… એનું કારણ શું? દરેક વાત ધ્યાનથી સાંભળવી અને પ્રત્યેક લાઇન વાંચીને સમજવાની ક્ષમતાની સાથે બીજાને સમજાવવાની ક્ષમતા…. મહાત્મા ગાંધીથી નેલ્સન મેન્ડેલા, બરાક ઓબામા, મિશેલ ઓબામા, હિલેરી ક્લિન્ટન… બહુ લાંબુ લિસ્ટ છે…
ભ્રષ્ટ લોકોના કેસ લડવામાં વધુ પૈસા મળતા હોવાથી સખત મહેનત અને પરિશ્રમનો ધંધો કંઈક અંશે બદનામ થયો છે, આમ છતાં નવી પેઢી આ ક્ષેત્રમાં વધુ પ્રોફેશનલ એપ્રોચ અપનાવી રહી છે.
ટેકનોલોજીથી દૂર રહેલી વકીલ નામની પ્રજાતિને કોરોનાએ લેપટોપ પર કેસ લડતા કરી દીધા… અનેક વકીલોને પોતાની જ ઓફિસમાં બેસીને કેસ લડવાનું માફક આવવા લાગ્યું છે…
વકીલો માટે એવું માનવામાં આવે છે કે તેમની પાસે નવરાશ હોય છે, હકીકત એ છે કે સામાન્ય પ્રેક્ટિસ ધરાવતા વકીલ મિનિમમ ચૌદ કલાક તો ટકી રહેવા મહેનત કરતાં હોય છે, યે ખેલ ઇતના આસાન નહીં હૈ… સ્ટ્રેસના કારણે ઘણા વકીલો નોકરી કરવા જતા રહે છે…
અંદાજે ૨૦ લાખ પરિવારોના આધાર વકીલો માટે હવે ધીમે ધીમે કોર્ટમાં સગવડ વધી છે, બાકી સિનિયર વકીલોને પૂછજાે…. એક સમયે અસહ્ય ગંદકીમાં સમાજના બધા વર્ગ સાથે વૈશાખી દિવસમાં કોટ પહેરીને ગાળવો એ આસાન ન હતું… એ જ વાતાવરણમાં ગંદા કપમાં અસીલ સાથે ચા પીને વાતો કરવી એક જાતની યાતના જ છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com