પૂર્વ નગરસેવક બીપીન પટેલના કરેલા કામોના ફળ અસારવાની પ્રજા હવે ચાખશે, પાર્ટીને મજબૂત કરવા આજે પણ કામની ચકાસણી

Spread the love

GJ-૧૮ ખાતે ઘણા એવા નગરસેવકો છે, જે સતત ૨૦ વર્ષથી સુંગતા આવ્યા છે, તેનું કારણ પ્રજાના વિકાસ કામો અને વર્ષથી પોલ્યુશન જેવા પ્રશ્નો હોય તેમ સહેલાઇથી લોસ્યુશનમાં ફેરવવા બીપીનભાઇ ઉચ્ચ અધિકારીઓને સારી રીતે સમજાવીને કઇ રીતે કામમાં ગતિ આવે તે માટે હંરહમેશા પ્રયત્ન બંધ રહ્યા છે પ્રજા લક્ષી અનેક કાર્યોનું સુકાન સંભાળનારા બીપીન પટેલને પૂંછતા તેમણે જણાયું હતું કે, ચમનપુરા, કુબેરનગર અને મેઘાણીનગરમાં વરસાદી પાણીના ભરાવવાની જે સમસ્યા હતી તેનો કોઈ ઠોસ ઉકેલ લાવી શકાયો નહોતો. જ્યારથી પ્રશ્ન મારા ધ્યાન પર આવ્યો ત્યારથી તે માટે ખૂબ પ્રયાસ કર્યાં. કોર્પોરેશનના પદાધિકારીઓ,તત્કાલીન સાંસદસભ્યો અને ધારાસભ્યોઆ પ્રશ્ન સાથે સંકળાયેલાં આર્મીના અધિકારીઓ સાથે પણ અવારનવાર સંવાદ કર્યો, બેઠકો કરી. પણ કેમેય કરીને તેનો નીવેડો આવતો નહોતો. આ પૂરા પ્રશ્નમાં આર્મી ઓથોરીટીની મંજૂરી લેવાની હતી તેથી કાર્ય વધુ મુશ્કેલ હતું. જાેકે કાર્ય કેટલું પણ મુશ્કેલ હોય, નગરસેવક તરીકેની મારી ફરજ હતી કે ચમનપુરા અને મેઘાણીનગરનાં વિસ્તાર વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મેળવે. રજૂઆતો થતી અને સમય વહેતો રહ્યો તે દરમિયાન પાણીનો નિકાલ થાય તે માટે હંગામી ઉકેલ પણ શોધ્યો. જે પાણી બાર-પંદરેક કલાકે ઉતરતું તે ચાર-છ કલાકે ઉતરી જાય તે સ્થિતિ લાવી. જાેકે પ્રયાસ પાણી ભરાય જ નહીં તે હતો અને તે માટે સતત પ્રયત્ન કરતો રહ્યો. હવે તેનું પરિણામ મળ્યું છે. ચમનપુરા-મેઘાણીનગર-કુબેરનગર વિસ્તાર હવે વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મેળશે.ચમનપુરા અને મેઘાણીનગર વિસ્તાર આર્મી કન્ટોનમેન્ટની નજીક આવેલા છે અને તેથી ત્યાં એવી કોઈ વ્યવસ્થા વર્ષોથી નિર્માણ ન થઈ જેથી વરસાદી પાણીનો ભરાવો અટકાવી શકાય. આ વિસ્તારોમાં વસ્તી વધી, ઇમારતો નિર્માણ પામી પછી પાણી ભરાવાની સમસ્યા વધુ વકરી. આ વિસ્તારોનું વરસાદી પાણીનો નિકાલ શાહીબાગ ડફનાળાના માર્ગે સાબરમતીમાં થતો. જાેકે અહીં અન્ય વિસ્તારોનું પાણી પણ એકઠું થતું, જેથી કરીને ચમનપુરા-મેઘાણીનગરની આસપાસ પાણીનો ભરાવો કલાકો સુધી રહેતો. ઘણી વાર વરસાદ વધુ આવે ત્યારે લોકોને આર્થિક નુકસાન ભોગવવું પડતું. સમસ્યાનો ક્યાસ કાઢ્યો અને તેનો ઉકેલ તપાસ્યો ત્યારે સ્ટ્રોમ વોટર લાઈન મેમ્કોબ્રીજ નીચેથી આર્મી કન્ટોન્ટમેન્ટમાંથી લઈ જઈને કેમ્પ હનુમાનની પાછળ સાબરમતી નદીમાં લઈ જવાનો ઉકેલ મારી ધ્યાનમાં આવ્યો.આ દરમિયાન વૉટર સપ્લાયનો ડેપ્યુટી ચેરમેન બન્યો ત્યારે તો આ સમસ્યા અંગે રજૂઆત અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓથી માડીને દિલ્હીમાં સંસદસભ્યો સહિત, આર્મીના અધિકારીઓની વારંવાર મુલાકાત કરી. ૨૦૧૫માં તો તે માટે પૂનામાં આર્મીના હેડક્વાર્ટર ખાતે છસ્ઝ્ર વોટર પ્રોજેક્ટ ના અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી સાથે હું પણ ગયો હતો.જાેકે ૨૦૧૪ અગાઉ આ કામ કોઈ રીતે આગળ વધી ન શક્યું. પછીથી ૨૦૧૪ માં ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવતા, અંતે બે દાયકાની અથાક મહેનતના પરિણામે સફળતા મળી છે. હનુમાન કેમ્પના પાછળના ભાગમાં આવેલી નદીમાં પાણીનો નિકાલ આવે તે રીતે સ્ટોમ વૉટર લાઈન નાંખવામાં આવી છે. આ પૂરી કામગીરીમાં સાત કરોડનો ખર્ચ થયો છે.આ સ્ટ્રોમ વૉટર લાઈન મેમ્કો બ્રીજ નીચેથી ૪૫૦સ્સ્, રામેશ્વર ચાર રસ્તાથી ૧૦૦૦સ્સ્, અને આર્મી કેન્ટોનમેન્ટ વિસ્તાર થી સાબરમતી નદી સુધી ૨૦૦૦સ્સ્ વરસાદી લાઈન નાખવામાં આવેલ છે.જેની કામગીરી આજરોજ પૂર્ણ થયેલ છે,હવે ચમનપુરા-મેઘાણીનગર અને કુબેરનગરને વરસાદી પાણીના ભરાવાથી મુક્તિ મળશે. લોકોની સમસ્યાનો ઉકેલ આવે ત્યારે તેનો સંતોષ અનુભવાય. તે સંતોષના ઘૂંટડા અત્યારે પી રહ્યો છું. આ પ્રોજેક્ટને પૂરો કરવામાં જે પદાધિકારીઓએ સહયોગ આપ્યો તેમનો હ્‌દયપૂર્વક આભાર માનું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com