અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોની ઓનલાઇન નોંધણીની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે:-મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી

Spread the love

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિકાસ યાત્રાના પાયામાં રહેલા શ્રમિકો ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર- અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકોના કલ્યાણ માટે આધાર લીંન્કડ યુ-વીન સ્માર્ટ કાર્ડ અંતર્ગત આવા ૧૦ લાખ શ્રમિકોની નોંધણી કરી વિવિધ લાભો તેમને મળે તેવી નેમ વ્યકત કરી છે

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવા અન ઓર્ગેનાઇઝડ સેકટરના શ્રમિકો બાંધકામ શ્રમિકો સહિત ૮ર ટકા નાના-શ્રમિકોના પરિશ્રમના યોગદાનથી જ રાષ્ટ્ર-રાજ્યનો વિકાસ સંભવ બન્યો છે.

શ્રમ એવ જ્યતે’નો મહિમા મંત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો છે ત્યારે શ્રમિકોના કલ્યાણની તેમના પરિવારના શિક્ષણ, આરોગ્ય, આવાસ સહિતની ચિંતા કરવી એ સરકારની ફરજ છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આવા અસંગઠિત ક્ષેત્રના અને બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી શ્રમ-રોજગાર મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતીમાં કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આવા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની ઓનલાઇન નોંધણી કરવાની પહેલ કરનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ કામગીરી પણ ઇન-હાઉસ GIPL દ્વારા કરવામાં આવી છે તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતની ઔદ્યોગિક વિકાસ સહિતની વિકાસ યાત્રામાં લેબર પીસ-શ્રમિકોની શાંતિ, ઝિરો મેન ડેયઝ લોસ, તાળાબંધી કે હડતાળ વગરનું ગુજરાતની જે છબિ છે તેમાં સૌ શ્રમિકોનું મહત્વનું પ્રદાન છે.

આવા સૌ શ્રમિકોના કલ્યાણની ચિંતા કરીને બેલેન્સ જળવાઇ રહે તેવા ભાવથી કામદારો-શ્રમિક વર્ગોના સર્વાંગી વિકાસ માટે યુ-વીન કાર્ડને આધાર સાથે જોડીને એક જ કાર્ડથી બધી યોજનાઓનો લાભ તેમને આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સરકારે બાંધકામ ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ‘‘લાલ ચોપડી’’માંથી મુક્તિ અપાવી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ સ્માર્ટ કાર્ડથી આપવા કમર કસી છે. અત્યાર સુધીમાં છ લાખ શ્રમિકોની નોંધણી કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીભાઇ ઠાકોરે કહ્યું કે, રાજ્યમાં કુલ શ્રમયોગીઓ પૈકી અસંગઠિત શ્રમયોગીની સંખ્યા અંદાજિત ૮૨ ટકા છે ત્યારે આ અસંગઠિત શ્રમયોગીઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કલ્યાણકારી યોજનાનો લાભ મળે તે જરૂરી છે. આથી તમામ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી ઝડપથી થાય તે માટે આજે ઇ-નિર્માણ પોર્ટલ તેમજ મોબાઇલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, અત્યાર સુધી શ્રમયોગીને પોતાના કામનો સમય બગાડીને અથવા રજા પાડીને સરકારી કચેરીમાં નોંધણી કરાવવા જવું પડતું હતું. હવે તેઓ આ ઇ-પોર્ટલ અને મોબાઇલ એપ તેમજ કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી નોંધણી કરાવી શકશે

હવેથી શ્રમિકોના વસવાટસ્થળ અને કાર્યસ્થળ પર જઇ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. આ માટે ગુજરાતમાં ૨૧,૨૯૧ કોમન સર્વિસ સેન્ટર પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની વિગતો મંત્રીશ્રીએ આપી હતી.

શ્રમયોગીઓએ નોંધણી માટે આધાર નંબર, બેંક એકાઉન્ટ, રેશનકાર્ડ, આવકનું પ્રમાણપત્ર જેવા જુજ પુરાવા આપવાના રહેશે એમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.

મંત્રીશ્રી દિલીભાઇ ઠાકોરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ ૨૦૧૫માં આવા અસંગઠિત શ્રમયોગીની નોંધણી કરવામાં આવી હતી જેમાં કુલ ૯.૨૦ લાખ યુ-વીન કાર્ડ આપવામાં આવ્યા છે.

અસંગઠિત શ્રમયોગીઓ પૈકી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનામાં અપાતી સહાય અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રસૃતિ સહાય યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકની પત્નીને અગાઉ રૂ. ૫૦૦૦ સહાય તેમજ ૨૦૦૦ વધુ ઉચ્ચકની રકમ આપવમાં આવતી હતી. પણ હવે મુખ્યમંત્રીશ્રીના સંવેદનાપૂર્ણ અભિગમથી આ સહાયમાં રૂપિયા ૨૦ હજારની વધારાની મંજૂરીથી હવે કુલ ૨૭,૫૦૦ સહાય આપવામાં આવે છે.

એટલું જ નહીં, મુખ્યમંત્રી ભાગલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત પુત્રીના જન્મ પ્રસંગે રૂ. ૧૦ હજારનો બોન્ડ, રાજ્યમાં કોઇપણ શ્રમિકનું અકસ્માતમાં મૃત્યુ થાય તો આવા શ્રમિકના વારસદારને મૃત્યુ સહાય અંતર્ગત રૂ. ૩ લાખની સહાય, બાંધકામ શ્રમિકના મૃત્યુ બાદ તેની અંતિમ ક્રિયા માટે બાંધકામ બોર્ડમાંથી સહાય અપાય છે.

આ મોબાઇલ એપ અને ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલને યુઝર ફેન્ડલી બનાવવામાં સહયોગ આપનારી કોમન સર્વિસ સેન્ટર અને GIPL સાથે શ્રમ નિયામક તથા બાંધકામ શ્રમયોગી બોર્ડ દ્વારા કરવામાં આવેલા MoUનું આદાન-પ્રદાન પણ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, શ્રમ નિયામક શ્રી આલોક પાંડે, બાંધકામ બોર્ડના સચિવશ્રી બી.એમ પ્રજાપતિ, ગુજરાત ઇન્ફો પેટ્રો.લીના સી.ઇ.ઓ. શ્રી મહેશભાઇ ગોહિલ, કોમન સર્વિસ સેન્ટરના સી.ઇ.ઓ.શ્રી રાકેશ કુમાર તેમજ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા જિલ્લા કક્ષાએ શ્રમ અધીકારીઓ કલેકટરો વિડીયો લીન્કથી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com