કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અમિત શાહે NRCને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે અમે 2024 પહેલા NRC લાગુ કરીશું. NRC કેટલો સમયમાં લાગુ કરવામાં આવશે, આ માટે કોઈ માર્ગ નકશો છે? આ અંગે અમિત શાહે કહ્યું કે તેનો નિશ્ચિતપણે 2024 પહેલા અમલ થશે. અમિત શાહે તાજેતરના ભાષણમાં કહ્યું હતું કે તમામ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ અને જૈનો બધા આપણા દેશમાં સલામત છે. પરંતુ તેમણે મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો ન હતો. જ્યારે આ અંગે ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સલામત છે, એમ કહ્યું નથી. તેઓ આ લોકોને નાગરિકત્વ આપશે એવું કહ્યું હતું. આની પાછળ એક કારણ છે. જો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની લઘુમતીઓ જો તેમનો ધર્મ બચાવવા આવે છે અને પ્રતાડિત થઇને આવે. જ્યારે તેઓ અહીં તેમની માતા, બહેનો અને છોકરીઓને બચાવવા આવે છે, ત્યારે તેઓ શરણાર્થી હોય છે, ઘુસણખોર નહીં. ‘જો કોઈ રોટલા માટે આવે છે અથવા કાયદો અને વ્યવસ્થા બગાડવા આવે છે, તો તે ઘુસણખોરી છે. હું એમ નથી કહેતો કે બધા મુસ્લિમો ઘુસણખોરો છે. તેમના ઉપર ધાર્મિક દમન થવાની સંભાવના નથી. આ સાથે જ તેમણે સવાલ પૂછ્યો, ભાગલા સમયે બંને પાકિસ્તાન મળીને 30 ટકા મુસ્લિમ હતા. તે હવે 6.5 ટકા છે. બાકી ક્યાં ગયા? BJPના આગામી એજેન્ડા અને યુનિફોર્મ સિવિલ કોડ અંગેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે તે અમારા મેનિફેસ્ટોનો ભાગ છે. પક્ષ અને સરકાર બંને આ મામલે યોગ્ય સમયે ચર્ચા કરશે. અત્યારે આ વિશે કોઈ તારીખ આપવી શક્ય નથી.