દિવાળીનો માહોલ હોવાથી અત્યારે મોટા ભાગની ઑફિસો,દુકાનો, રજાઓના મુડમાં હોય તેમ બંધ છે. ત્યારે કૉંગ્રેસ પ્રદેશના મહામંત્રી એવા દિગ્ગજ નેતા કપિરાજને બિસ્કિટ ખવડાવતા નજરે પડે છે. આ નેતાએ પક્ષ માટે ઘણું જ ખોયું છે. તો પક્ષ માટે હંમેશા બુલંદી જેવા રહ્યા છે. ત્યારે કપિરાજને બિસ્કિટ ખવડાવ્યા બાદ બિસ્કિટનું વ્રેપર પણ કચરાપેટીમાં નાંખીને સ્વચ્છતા અભિયાન સાકાર કરતા જોવાય છે. કૉંગ્રેસમાં સ્વચ્છતા અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે અને મોટા ભાગ નો કચરો સાફસફાઈ થઇ ગયો હોઇ તેમ કૉંગ્રેસ હવે શુદ્ધ અને અણિશુદ્ધ થઈ રહી છે. ત્યારે આ દિગ્ગજ નેતા કચરાપેટીમાં કચરો નાખતાં અને કૉંગ્રેસ અણિશુદ્ધ થતાં આ ઘટના ઘણું બધું જ કહી જાય છે. ત્યારે હર-હંમેશા કોઈ પણ વ્યક્તિ જોડે ચાની કીટલી હોય કે ગલ્લો, નાનાં માણસ જોડે બેસી જનાર આ વ્યક્તિ કૉંગ્રેસ પ્રદેશના મહામંત્રી છે. દર વખતે ઢોલ પણ વાગે, નગાડા પણ વાગે અને જાન પણ ફળિયે આવી જાય ને મુરતિયો બદલાઈ જાય તેવી સ્થિતિ આમની, જયરાજસિંહ પરમાર,નિશિત વ્યાસ, અને મનીષ દોશીની રહેલી છે. કૉંગ્રેસની ભલે સીટો ઓછી આવી હોય પણ શાસકપક્ષ ને ભારે હંફાવે છે તેમાં બે મત નથી.
ગુજરાતની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની ત્રણ સીટ આવી અને તેમાંય ખાસ જે પક્ષપલટો અને જાકારો મળ્યો અને પ્રજાએ અસ્વિકાર કર્યો એ મોટી ઘટનાં છે.ભાજપના દિગ્ગજ નેતાના સ્ટેટમેન્ટ હતા કે કૉંગ્રેસના ચાર થી પાંચ mla ભાજપ માં આવા થનગની રહ્યા છે પણ હવે કૉંગ્રેસના ફાળે ત્રણ સીટ જતાં મીંદડી પણ મિયાંઉ થઈ ગઈ છે. કૉંગ્રેસ માંથી તો કચરો સાફ થયો પણ જે કંચન છે એને પક્ષ સાંચવે અને દિગ્ગજોની કદર કરે તે જરૂરી છે બાકી ડિબેટમાં હિમાંશુ પટેલ, જયરાજસિંહ પરમાર, નિશિત વ્યાસ અને મનીષ દોશી તમામ અભ્યાસ કરીને શાસક પક્ષને હંફાવીને કૉંગ્રેસનો ઝડપી ઉદય થાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં દિગ્ગજો ને પણ ભૂલવા જોઈએ નહીં. કચરો તો કચરાપેટીમાં જતો રહ્યો, કૉંગ્રેસ શુદ્ધ અને અણિશુદ્ધ થઈ ગઈ હવે ભાજપના ભેળસેળિયા કૉંગ્રેસમાં ના આવે તેની તકેદારી રાખવાની જરૂર છે
કૉંગ્રેસ ને બીજેપી હરાવી જાય તે માનવું ભૂલ ભરેલું છે, કૉંગ્રેસ પોતે જ એવું કંઈક કરી બેસે છે કે બીજેપી ફાવી જાય છે.
હું હમેશા થી કૉંગ્રેસ નો તરફદાર રહ્યો છું અને હમેશા રહીશ, કારણ માત્ર એટલું જ કે હું બીજેપી ને પૂરેપૂરી ઓળખી ગયો છું, આ દેશ ને બીજેપી થી બચાવવા સારું મારા માટે કૉંગ્રેસ થી મોટો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે, બસ ફક્ત બે મહિના બાકી રહયા છે, ઘર સરખું કરવામાં પડ્યો છું, પરિવાર ને મારી તાતી જરૂરિયાત હોવાથી સંપૂર્ણ ધ્યાન પરિવારલક્ષી કર્યું છે પણ બહુ જલ્દી બેવડા જોશ સાથે આપની ટીમમાં પુનઃ જોડાઈ જઈશ.
મને કૉંગ્રેસ પાસેથી કોઈજ અપેક્ષા નથી, છે તો માત્ર એટલી જ કે તે બીજેપી ને ઉઘાડી પાડી નેસ્તનાબુદ કરી પાછી સત્તામાં આવે અને આપણું ગુજરાત તેમજ આખોય દેશ બચાવે અને તે સારું હું પણ મારું યોગદાન આપી શકું તેટલું પ્લેટફોર્મ મને મારી યોગ્યતા પ્રમાણે આપે, બસ તેટલી જ અભ્યર્થના !
આપનો ભાઈ, મિત્ર અને પ્રશંસક
સંતોષસિંહ રઘુવંશી