રાજ્ય સરકાર અને તંત્ર વૃક્ષો વાવવાનું કહે છે. અને વૃક્ષોના અનેક સ્લોગન પણ બહાર પડ્યા છે ત્યારે કોરોનાની મહામારી બાદ અનેક વૃક્ષો પ્રેમીઓ વૃક્ષો વાવવા હરહંમેશા પહેલા કરી છે. ત્યારે વાવ્યા બાદ મોટા થાય એટલે અન્ય કારણોસર આવા અનેક વૃક્ષોનો મુરદો બોલાઈ જાય છે. ત્યારે ઘ – રોડ ઉપર આપેલા ડિવાઈડર માં વાવેલા વૃક્ષો જે GJ-18 ની શોભા કહેવાય ,તે હવે ડિવાઈડર માં ઉગેલા વૃક્ષોનો ખુરદો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે વૃક્ષો કાપવા નું કારણ શું? તેવી પ્રજામાં હાલ ભારે ચર્ચાનો મચી રહી છે.વૃક્ષ એ જ જીવન , વૃક્ષો વાવો વરસાદ લાવો, તો આવેલા વૃક્ષોનું નિકંદન શા માટે? પ્રજામાં કોરોનાની મહામારી બાદ વૃક્ષો વાવવાનો ઉમળકો આવ્યો છે . અને દરેક નર્સરીમાં શનિ-રવિની રજામાં નગરજનો વૃક્ષો વાવવા પણ તલપાપડ બન્યો છે. ત્યારે યાર વૃક્ષો જે ડિવાઈડર ને લઈને દરેક જગ્યાએ વાવેલા છે, તેમાં પણ નગરજનો મોટો ફાળો રહેલો છે. GJ-18ની હે શોભા છે ,તે વૃક્ષો છે ,એટલેજ વૃક્ષો ની નગરી ,ગ્રીનસીટી , હરિયાળું GJ-18 તરીકે નામ પ્રમળીત બન્યું છે. ત્યારે આ વૃક્ષો નું નિકંદન જે થઈ રહ્યું છે, તેમાં હવે GJ-18આવનારા દિવસોમાં ક્રોકરીટના જંગલોમાં ફેરવાઈ ને આ નગર ક્રોકરીંટનું નગર બની જાય તો નવાઈ નહીં, વિકાસની લ્હાયમાં અનેક વૃક્ષો કપાયા બાદ શું વૃક્ષો એટલી જ સંખ્યામાં ઉઘાડી શક્યું છે,ખરું? વિકાસ જાેઈએ છે , પણ વૃક્ષો નું નિકંદન થવા બાદ નવા વૃક્ષો ફક્ત શોભાના ગાંઠીયા રામાન ફક્ત વાવવામાં આવે છે .પણ ઘટાદાર વૃક્ષો જે ઓક્સિજન ની જરૂર પડે તેવા વૃક્ષો કેટલા? ત્યારે GJ-18ન્યુ એવા રાદેસણ, રાયસણ, કુડાસણ, સરગાસણ તે તમામ હવે વૃક્ષો વાવવાની નગરી નહિ પણ ક્રોકરીટના જંગલો બની ગયા છે . ત્યારે GJ-18 ની જે શોભા છે , વૃક્ષો તેને તો સાચવો તેવી પણ લોકો પોતાની અંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઘ-માર્ગ અમુક ચોક્કસ જગ્યા એ જ આ વૃક્ષો કાપવાનું કારણ શું ?અને જે વૃક્ષો કાપવામાં આવ્યા છે ,તે તમામ વૃક્ષો ઘટાદાર અને મોટા મજબુત બનેલા છે. ત્યારે આ સંદર્ભે આ વૃક્ષો કાપવાનું કારણ કોને લાભ કર્તા છે, તે તપાસ થવી જાેઈએ.