જિલ્લામાં આવેલ પોલીસ મથકોના લેન્ડ લાઈન નંબર ઉપર ફરિયાદો અંગે ફોન કરતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી ન હોઈ જિલ્લા પોલીસ વડાએ લોકો સીધા જ પી. એસ. આઇ કે પી. આઇને ફોન કરી શકે તે માટે એસ. પી. એ દરેકના મોબાઈલ નંબર જાહેર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર જાગૃત નાગરિકો ફોન કરે છે પરંતુ, તેમ છતાં પી. આઇ કે પી.એસ. આઇ ફોન ઉપાડતાં નથી તેવી ફરિયાદો થતાં ડી.એસ.પી.નાં પ્રજાહિતના ર્નિણય પર જાણે પાણી ફેરવી દેતો હોય તેવો માહોલ ઉજાગર થવા પામ્યો છે આથી, વિજાપુર પોલીસના અધિકારીઓ પ્રજામાં અળખામણા થવા પામ્યા છે. તેમાં વિજાપુર પોલીસ મથકનાં પી.એસ. આઇ કે. એમ.ચાવડા તથા પી. આઇ. બી.કે.પટેલનો સમાવેશ થાય છે જેઓને જિલ્લા નાગરિકો દ્વારા સીધા જ દારૂ જુગારની ફરીયાદ તેમજ સૂચનો કરાતા હોવાથી પોલીસ ચોક્ક્સ કાર્યવાહી કરી શકે પરંતુ,ફોન નહિ ઉપાડીને ઉપરોક્ત અધિકારીઓ પ્રજા હિતનાં ર્નિણય પર પાણી ફેરવી રહ્યાં છે જેથી,સમગ્ર પંથકમાં આવાં કર્મચારીઓ પર ઘટિત કાર્યવાહી કરવામાં આવે તેવી ચર્ચાઓ ફેલાવા પામી છે.