ગુજરાતમાં હવે લાખો વાહનો સ્ક્રેપ માં જશે, ત્યારે જૂના વાહનો-લે-વેચ કરતા દલાલો માં ભારે મંદી આવી ગઈ છે જુના વાહનો હવે લેવા કોઈ તૈયાર નથી ત્યારે કેન્દ્ર સરકારનીન્દ્ર સરકારની મોટા ભાગની ST બસો જૂની થઇ ગઈ છે. તેથી તેને પણ સ્ક્રેપ કરવી પડશે. એક અંદાજ અનુસાર સરકારની નવી નીતિના કારણે 96% સરકારી બસ, 97% પોલીસ વાહનો અને 99% ટ્રેલરને સ્ક્રેપ કરવા પડશે. તો બીજી તરફ અમદાવાદ RTOમાં રજીસ્ટર થયેલા વાહનોમાંથી 22% મોટરસાઈકલ અને 63% મોપેડ સ્ક્રેપ કરવા પડશે. જૂનું વાહન સ્ક્રેપ કરવા માટે કઈ કંપનીને આપવું તે પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત 38% રીક્ષા અને 18% મેક્સી કેબ પણ સ્ક્રેપમાં જશે.
રિપોર્ટ અનુસાર અમદાવાદના ભૂતપૂર્વ RTO અધિકારીનું કહેવું છે કે, સ્ક્રેપના આંકડામાં આવેલા વાહનોમાં અમદાવાદ સુભાષબ્રીજ, વસ્ત્રાલ, બાવળા, ગાંધીનગર, હિંમતનગર અને મહેસાણા જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
જો વાહન ચાલક તેનું વાહન સ્ક્રેપ કરાવે છે તો તેને પોતાના વાહનનું રજીસ્ટ્રેશન રદ્દ કરાવવું પડશે. રજીસ્ટ્રેશન રદ્દ કરાવવા માટે ચેસીસ નંબર અને નંબર પ્લેટ જમા કરાવીને વાહન માલિકના નામ અને સરનામું પણ આપવાનું રહેશે. ત્યારબાદ આ અરજી આપ્યા બાદ ઇન્સ્પેક્ટર વાહનનું ઇન્સ્પેકશન કરીને તેનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા માટે હુકમ કરશે.
ટ્રક-લોરી 50,217, ટેન્કર 3,420, થ્રી વ્હીલર 69571, અધરલાઈટ 42,752, સરકારી બસો 20,510, ખાનગી બસો 7,963, મેક્સીકેબ 6,970, સ્કૂલ બસ 981, ખાનગી સર્વિસ 1,123, પોલીસવાન 842, એમ્બ્યુલન્સ 1,471, રીક્ષા 1,99,353, ટેક્સી 23,638, જીપ 30,855, ટ્રેલર 29,217, અન્ય 12151 વાહનો રજીસ્ટર થયા છે.
2006 પછી રજીસ્ટર થયેલા વાહનોની માહિતી નીચે પ્રમાણે છે.
ટ્રક-લોરી 23,042, ટેન્કર 427, થ્રી વ્હીલર 46,162, અધરલાઈટ 29,621, સરકારી બસો 672, ખાનગી બસો 51,22, મેક્સીકેબ 5,718, સ્કૂલ બસ 722, ખાનગી સર્વિસ 282, પોલીસવાન 23, એમ્બ્યુલન્સ 610, રીક્ષા 1,22,989, ટેક્સી 17,523, જીપ 9152, ટ્રેલર 8 અને અન્ય 7,067 વાહનો રજીસ્ટર થયા છે.
ટ્રક-લોરી 27,175, ટેન્કર 2,993, થ્રી વ્હીલર 23,409, અધરલાઈટ 13,131, સરકારી બસો 19,838, ખાનગી બસો 2,841, મેક્સીકેબ 1,252, સ્કૂલ બસ 259, ખાનગી સર્વિસ 841, પોલીસવાન 819, એમ્બ્યુલન્સ 861, રીક્ષા 76,364, ટેક્સી 6,115, જીપ 21,703, ટ્રેલર 29,209 અને અન્ય 5,084 વાહનો સ્ક્રેપ થશે.
સ્ક્રેપ થનારા વાહનની વિગત ટકામાં નીચે પ્રમાણે છે.
ટ્રક-લોરી 54%, ટેન્કર 87%, થ્રી વ્હીલર 33.06%, અધરલાઈટ 30.07%, સરકારી બસો 96%, ખાનગી બસો 35%, મેક્સીકેબ 18%, સ્કૂલ બસ 26%, ખાનગી સર્વિસ 75%, પોલીસવાન 97%, એમ્બ્યુલન્સ 58%, રીક્ષા 38%, ટેક્સી 26%, જીપ 70%, ટ્રેલર 99% અને અન્ય 41% વાહનો સ્ક્રેપ થશે.
કુલ નોંધાયેલા વાહનોની વિગત નીચે પ્રમાણે છે.
કાર 7,59,678, મોટર સાઈકલ 2,822,147, મોપેડ 2,96,978 અને ટ્રેક્ટર 55,104 રજીસ્ટર થયા છે.
2001 પછી રજીસ્ટર થયેલા વાહનોની વિગત નીચે પ્રમાણે છે.
કાર 6,31,333, મોટર સાઈકલ 21,94,154, મોપેડ 1,07,654 અને ટ્રેક્ટર 32,720 રજીસ્ટર થયા છે.