ભગવાન રામના હાથે રાવણનો અંત આવ્યો. રાવણ એક રાક્ષસ હોવા છતાં તેનામાં તેજસ્વીતા હતી. તેનામાં કેટલાંક એવા તત્ત્વો પડ્યા હતા જેનું સમગ્ર સુષ્ટિ સન્માન કરતી હતી. રાવણ એક ઉચ્ચ કોટિનો શિવ ભક્ત હતો. એક મહાન શાસ્ત્રોનો જ્ઞાતા હતો. આથી જ તેના મૃત્યુ સમયે ભગવાન રામે તેને ઉચિત સન્માન આપ્યું હતું. રામે પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ પાસે મોકલ્યો હતો શિખ લેવા. રાવણે એવી કેટલીક વાતો લક્ષ્મણને જણાવી હતી કે જે જીવન જીવવા અતિ જરૂરી છે.
લક્ષ્મણ રાવણ પાસે ગયો ત્યારે રાવણે લક્ષ્મણને ત્રણ વાતો જણાવી. રાવણે તેને જણાવ્યું કે જ્યારે કોઈ શુભ કાર્ય કરવું હોય તો તે તરત જ કરવું જોઈએ. રાવણે કહ્યું કે તેણે ભગવાન શ્રીરામના શરણમાં આવવામાં વાર કરી અને મૃત્યુને ભેટ્યો.
રાવણે બીજી વાત એ કરી કે ક્યારેય પોતાના શત્રુને કમજોર ન સમજવો. બ્રહ્માજીના વરદાનથી અભિમાનમાં મેં હમેંશા રામને પોતાનાથી તુચ્છ સમજ્યો. જેના પરિણામ સ્વરૂપ તે રામે જ મને મૃત્યુની ગોદમાં પહોંચાડી દો. ઉલ્લેખનિય છે કે રાવણે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કે મનુષ્ય અને વાનર છોડીને અન્ય કોઈ તેને મારી ન શકે.
રાવણે લક્ષ્મણને ત્રીજી વાત એ જણાવી કે પોતાના જીવનના કોઈ રહસ્ય હોય તો તે કોઈને ક્યારેય કોઈને બતાવવા ન જોઈએ. કારણકે વિભિષણ મારા મૃત્યુનું રહસ્ય જાણતો હતો. મેં તેને તે જણાવી હતી જે મારા જીવનની મોટી ભૂલ હતી. જેને પરિણામે જ રામ રાવણને હણી શક્યા.