ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫ના જંગી વધારાથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર ઃ મનીષ દોશી

Spread the love

ગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મંદી – મોંઘમારી અને મહામારીમાં સપડાયેલ પ્રજા પર મોંઘવારીનો વધુ એક ઘા ગેસ સીલીન્ડરમાં રૂ. ૨૫નો જંગી વધારો અને છેલ્લા આઠ મહિનામાં ઘરેલુ ગેસ સીલીન્ડરમાં રૂ. ૧૬૫.૫૦ નો ભાવ વધારાથી ગેસ સીલીન્ડર રૂ. ૯૦૦ની નજીક પહોંચી ગયુ છે. ૨૦૧૪માં કોંગ્રેસ સરકારમાં ગેસ સીલીન્ડરનો ભાવ રૂ. ૪૩૪ હતો જે ભાજપ સરકારે બમણાથી પણ વધુ મોંઘો કરીને સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવાનુ મુશ્કેલ બનાવી દીધુ છે. ભાજપ સરકારે ન્ઁય્ સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના ૯૫% લોકોને મોંઘવારીના દાવાનળમાં ધકેલી દીધા છે. વર્ષ ૨૦૨૦-૨૧ ના કેન્દ્રીય બજેટમાં ન્ઁય્ સિલિન્ડર માટે રૂ.૪૦,૯૧૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી હતી. જેની સામે વર્ષ ૨૦૨૧-૨૨ ના બજેટમાં ન્ઁય્ સિલિન્ડર સબસીડી માટે માત્ર રૂ.૧૨,૯૯૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે. એટલે કે રૂ.૨૭,૯૨૦ કરોડનો સીધો બોજાે લોકો ઉપર નાંખવામાં આવ્યો.
ભાજપ સરકારે સાત વર્ષમાં કેન્દ્રીય વેરામાં પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. ૨૩.૨૭ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૨૮.૩૭ સતત વધારો ઝીક્યો છે. ભાજપ સરકારે વધારાના ૧૭.૨૯ લાખ કરોડ પ્રજાના ખિસ્સામાંથી સેરવી લીધા છે. એક્સાઈઝ ડ્યુટીમાં સાત વર્ષમાં પેટ્રોલ – ડીઝલ પર સતત વધારો કરીને પ્રજાના ખિસ્સામાંથી રૂ. ૨૨,૩૩,૮૬૮ કરોડ વસુલી લીધા છે. કોરોના સમયમાં વર્ષ ૨૦૨૦-૨૧માં પેટ્રોલ – ડીઝલ પર કેન્દ્ર સરકારે ટેક્ષ પેટે રૂ. ૪,૫૩,૮૧૨ કરોડ જેટલી જંગી રકમ વસુલીને પ્રજાની હાડમારીમાં પારાવાર મુશ્કેલીમાં વધારો કરીને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. પેટ્રોલ-ડીઝલ અને ન્ઁય્ સિલિન્ડરના વધતા ભાવો માટે આંતરાષ્ટ્રીય બજારને જવાબદાર ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી છે. શું આ સબસીડી ઉપર કાપ પણ આંતરાષ્ટ્રીય બજારે મુક્યો છે? શું સરકારનું કામ માત્ર ટેક્સ ઉઘરાવવાનું છે, લોકોને રાહત આપવાની કોઈ જવાબદારી નથી?
મંદી, મોંઘવારી, અને મહામારીમાં પરેશાન જનતા ભાજપ સરકારની છેતરપીંડીનો ભોગ બની રહી છે. અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશના જીડીપી વધારવાનો વાયદો કરનાર ભાજપ સરકારમાં જીડીપીમાં સતત ઘટાડો અને ગેસ (ય્), ડીઝલ (ડ્ઢ), પેટ્રોલ (ઁ) સતત ભાવ વધારાથી પ્રજા પરેશાન છે. વર્ષ ૨૦૨૦ માં જાન્યુઆરી ૧૭૬.૪૩ સબસીડી મળીને વર્ષ ૨૦૨૧માં ૨૧.૪૩ રૂપિયા સબસીડી કરી દેવામાં આવશે. મોટા ભાગના પરિવારોને આ ગેસ સબસીડી પણ શૂન્ય કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com