રાંધેજા સહકારી મંડળીના પૂર્વ ચેરમેન તથા સેક્રેટરી સામે ૭લાખ ૨૨ હજારની ઉચાપતની ફરિયાદ વર્તમાન ચેરમેન દ્વારા નોંધવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર પેથાપુર પોલીસ મથકમાં રાંધેજા વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિ.ના ચેરમેન બળદેવભાઈ બાબુદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ઉપરોક્ત મંડળીમાં તારીખ ૧ -૪ -૨૦૧૯ થી ૩૧- ૩- ૨૦૨૦ ના આ સમયગાળા દરમિયાન માં તે વખતના મંડળીના સેક્રેટરી બાબુ ગિરી આનંદ ગીરી ગોસ્વામી (રહે.સે. ૨૪)તથા ચેરમેન બળદેવભાઈ શંકરભાઈ પટેલ (રહે.રાંધેજા)એ ખેડૂતોની મંજૂર થયેલી લોનો પૈકીના (લોન)ભરપાઈ કરવાના સભાસદો પાસેથી રોકડા નાણાં લીધા હતા.તેમજ આ લોનો ભરપાઈ કરવા નાણાં અંગેની રસીદો આપી હતી.બાદમાં રસીદો મુજબના નાના રોજમેળ માં જમા કરાવ્યા વગર કુલ રૂપિયા ૭ લાખ ૨૨ હજારની રકમની ઉચાપત કરી હતી.આ ઉચાપત મા ૮૮૫૦૦ ની રકમ પણ મોડી જમા કરાવીને હંગામી ઉચાપત પણ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર કૌભાંડ નો મામલો ૨૦૧૯ થી ૨૦૨૦ ના સમયગાળાના ઓડિટમાં ખૂલ્યો હતો. જેમાં ૭ ખેડૂતોના નામે સેક્રેટરી તથા ચેરમેને ખેડૂતોના નામે લીધેલી કે. સી. સી. તથા કૃષિ તત્કાલ તેમજ કિસાન સુવિધા લોનમાં ઉચાપત થઈ હોવાનો અહેવાલ એપ્રિલ ૨૦૨૧માં ઓડિટ રે આપ્યો હતો. આમ સાત ખેડૂતોના નામે સહકારી મંડળીના સેક્રેટરી બાબુગિરી આનંદગિરી ગોસ્વામી એ ચેરમેન મારફતે લોન મજુર કરાવી હતી.લોન પેટે ના રોકડા નાણાં ખેડૂતોએ સેક્રેટરીને ભરપાઈ કર્યા હતા.ખેડૂતોએ ભરપાઈ કરેલા નાણાં ની જમા પહોંચ પણ આપવામાં આવી હતી.જેથી પેથાપુર પોલીસે ઓડિટ રિપોર્ટ સહિતના પુરાવાને ઘ્યાને રાખી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉચાપતની ફરિયાદ નોંધાતા સમગ્ર ગામમાં હડકંપ મચી ગયો છે.