ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાંથી આખા GJ-18 એવી મહાનગરપાલિકાઓ વહીવટ કરે છે તે મહાનગરપાલિકાના સે-૧૧ એવાં મહાનગરપાલિકાની નજીક જ ગટરો લીક થવાના કારણે સવારે પાણી ગંદકીમાં ફેરવાઈ ગયું છે અને રોજ સવારે પાણીનાં નાળા હોય તેમ કાદવ કીચડ ભરઉનાળે જાેઈ શકાય છે. ગંદકીથી ખદબદતું પાટનગરમાં સે-૧૧ એવાં કોમર્શિયલ વિસ્તારમાં ટેકસ પણ બમણો લેવાનો અને કામગીરીમાં મીંડું જેવો ઘાટ સર્જાયો છે.ત્યારે સે-૧૧ નાં હાર્દસમા વિસ્તારમા ગટરના પાણીની રેલમછલ અને ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવાથી ભારે બદબૂ મારી રહી છે.GJ-18 મહાનગરપાલિકાની જ્યાં ઑફિસ આવેલી છે તે દ્બજ બિલ્ડિંગનાં પાછળના ભાગે આવેલી જગ્યામાં રોજબરોજ ભરઉનાળે ચોમાસામાં પાણીની રેલમછેલ જાેવાઈ રહી છે.ત્યારે પાણી બચાવોની બૂમ બૂમરેંગ સાબિત થઈ રહી છે અને આવક જાવક કરતા વાહન ચાલકો પણ બદબુથી પરેશાન થઈ ગયા છે. ત્યારે સે-૧૧ ખાતેના પોશ અને કોમર્શિયલ વિસ્તારમાં પણ આખેઆખું ગટરનું ઢાંકણું તૂટી જતાં હમણાં ભેંસ પડી ગઈ હતી અને આવન જાવન કરતાં વાહન ચાલકો બદબુથી પરેશાન થઇ ગયા છે ત્યારે તંત્ર વિકાસની વાતો કરે છે તો અત્યારે મચ્છર જન્ય રોગો જે ફેલાઈ રહ્યા છે. આ રોગોના કારણે ડેન્ગ્યુ,તાવ, ફ્લૂ જેવી બિમારીઓ ફેલાવા છતાં તંત્રનું પાણી હલતું નથી.ત્યારે, બદબુમાંથી હવે પ્રજાને બહાર લાવો.