રાજ્યમાં ઘણાં વેપારીઓમાં એક નંગ એવો પણ હોય કે ધંધો ચોપટ થાય અથવા ધંધામાં ઘરાકી ઓછી થઇ જાય તો ભલે થાય પણ, ભગવાનમાં આસ્થા રાખવી અને ભગવાનના એવા દેવી દેવતાના તહેવારોમાં હોટેલ લોજ સદંતર બંધ રાખનાર હજારોમાં એક વેપારી હોય છે ત્યારે ય્ત્ન-૧૮ ની પ્રખ્યાત નોનવેજની હોટેલ એવી નુર મહેલનાં સ્થાપક રોશન તૈલી પોતે હિન્દુઓના જે દેવી દેવતાંનાં તહેવારો આવે છે તેમાં મહાશિવરાત્રી, શ્રાવણ માસ, નવરાત્રી જેવા તહેવારોમા હરહંમેશ તેમની નોનવેજ લોજ બંધ રાખે છે. રોશન તૈલી પોતે મુસલમાન હોવા છતાં હિન્દુ દેવી દેવતાઓને ખુબ જ માને છે.પોતે દરેક તહેવારોમાં જે યથાશકિત થતું હોય તે દાન પણ કરે છે ત્યારે નુર મહેલ એવી નોનવેજ લોજનાં વેપારીને ત્યાં મોટાભાગના ગ્રાહકો હિન્દુ હોવા છતાં અને ઘણાં દિવસો લોજ બંધ રહેવાના કારણે ધંધા પર અસર પડશે તેવી કોઈ જ ચિંતા દેખાતી નથી.ત્યારે લોકડાઉનમાં અનેક ગરીબોને અનાજની કિટથી લઈને ભોજન પણ પાક્કું મોકલાવતા હતા. નામ રોશન પણ ગરીબોને ખવડાવીને ઉજાશ ફેલાવતા અને જરૂરિયાત મંદને કઈક આપીને રોશની મેળવનારા રોશન છે ત્યારે ગરીબો માટે પણ રોશનભાઈ બન્યા છે લોશન.