કચ્છમાં દુાધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોને મદદરૃપ બનનાર સરહદ ડેરી હવે કિસાનોને આર્થિક રીતે સક્ષમ બનાવવા નવા પ્રોજકેટ તરફ મીટ માંડી છે. કુદરતી કારણોસર બગડી જતી ખારેકના નુકશાનાથી કિસાનોને ઉગારવા તાથા ખેડૂતોને પોતાના ફળ- શાકભાજીના પુરતા ભાવ મળે તે માટે સરહદ ડેરી ખારેકમાંથી વાઈન બનાવવા વિચારણા કરી રહી છે. કચ્છની સરહદ ડેરી અમુલ સાથે જોડાણ કરીને ૨ લાખ લિટર દુાધનું એકત્રિકરણ કરી રહી છે અને ભવિષ્યમાં તેની ક્ષમતા વાધારવા વિચારણા ચાલી રહી છે.જેમાં અંજાર નજીક વધુ એક પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. આ ઉપરાંત કચ્છના ખેડુતો જે ખારેકનો પાક લે છે તેઓને કમોસમી વરસાદ કે ભારે પવન સહીતના કારણોસર પાક બગડી જવાથી ભારે નુકશાન સહન કરવાનો વારો આવતો હોય છે. આવા પાકનો વાઈનમાં ઉપયોગ કરીને કિસાનોને તેનું પણ વળતર આપી શકાય તેવું આયોજન છે. ગુજરાતમાં દારૃબંધી હોવાથી રાજ્ય બહાર પ્લાન્ટ નાખવાની ફરજ પડશે. ખેડુતોને શાકભાજી અને ફળના પુરતા ભાવ મળી રહે તે માટે ફ્રુટ કો- ઓપરેટીવ સોસાયટી બનાવાશે.