સામાન્ય રીતે આપણે ગાડી , મકાન, દુકાન ભાડે લેતા હોય એવું સાંભળ્યું છે. પરંતુ શું તમે ક્યારે પણ સાંભળ્યું છે કે, પત્ની ભાડે મળે ? વાંચીને નવાઈ લાગીને. પરંતુ તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો? આપણા દેશના ઘણા એવી જગ્યા છે જાય પત્ની ભાડે મળે છે અને તમને વિશ્વાસ પણ નહીં આવે. આજે અમે તમને જણાવીશું એવા વિસ્તાર વિષે જ્યાં પત્ની ભાડે મળે છે. મધ્યપ્રદેશનો એક જિલ્લો છે શિવપુરી. શિવપુરીમાં આ પ્રથા પ્રચલિત છે. જેનું નામ છે ‘ઘડીચા’ ગામમાં એક મહિનાથી લઈને 12 મહિના સુધી પત્ની ભાડે મળી શકે છે. આ પ્રથાની વચ્ચે એક માહોલ ઉભો થાય છે. આ મહોલમાં મહિલાઓના સોદા નક્કી થાય છે. સોદા નક્કી થયા બાદ ખરીદાર પુરુષ અને વેચાયેલી મહિલા વચ્ચે એક કરાર થાય છે. આ કરાર 10 થી લઈને 100ના સ્ટેમ્પ પેપરમાં થાય છે.
ખરીદદાર પુરુષે મહિલા અથવા તેના પરિવારને એક નિશ્ચિત રકમ આપવાની હોય છે. આ રકમ 50 હજારથી 4 લાખ સુધીની હોય છે. આ કરાર પૂર્ણ થયા બાદ મહિલાને બીજા પુરુષ સાથે ફરી લગ્ન કરવા પડે છે. જો તે પહેલો પુરુષ મહિલાને રાખવા માંગે છે તો તેને ફરીએકવાર મોટી રકમ મહિલા અથવા તેના પરિવારજનોને આપવી પડે છે. આ કરારને મહિલા ઈચ્છે તો અધવચ્ચે તોડી શકે છે. આ સ્થિતિમાં મહિલાને સ્ટેમ્પ પેપર પર શપથપત્ર દેવા પડે છે. ત્યારબાદ નિશ્ચિત કરેલી રકમ પતિને પાછી આપવી પડે છે. ક્યારેક-કયારેક બીજા પુરુષ પાસેથી વધુ પૈસા મળવા પર પણ આ કરાર તોડી દે છે. ગુજરાતમાં પણ એવો જ એક મામલો સામે આવ્યો હતો. એકખેતરમાં મજૂરી કરવા વાળા એક વ્યક્તિએ તેની પત્નીને એક મહિના માટે જમીનદારને ભાડે આપી દીધી હતી. ગુજરાત અને મધ્યપ્રદેશમાં મહિલાઓને વેચવાનો એક વેપાર બની ગયો છે. ઘણા મામલામાં મહિલાઓને 500 રૂપિયામાં વેચી દે છે. મહિલાને વેચવા પાછળ 2 મુખ્ય કારણ જવાબદાર છે. જેમાં યુવકોનું પ્રમાણ વધારે અને ગરીબી. આ વિસ્તારમાં દીકરીઓની સંખ્યા બહુજ ઓછી છે. તો ઘણા લોકો ગરીબીના કારણે આ પગલું ભરતા અચકાતા નથી. આ વિસ્તારમાં બિહાર, બંગાળ, ઝારખંડ જેવા વિસ્તારમાંથી ગરીબ યુવતીઓને લાવી તેનો સોદો કરે છે.