RCEPમાં એન્ટ્રી નહીં લે ભારત- PM નરેંદ્રમોદી

Spread the love

ભારતે આખરે રિઝનલ કોમ્પ્રિહેંસિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (RCEP)માં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ચિંતાઓને લઈને દ્રઢ છે અને ઘરઆંગણાના ઉદ્યોગોના હિતને ધ્યાનમાં લઈને કોઈ પણ સમજુતિ ના કરવાનો નિર્ણય લીધો છે.  RCEP એ એક વ્યાપારી સમજુતિ છે જે સભ્ય દેશોને એકબીજા સાથે વ્યાપાર કરવામાં અનેક પ્રકારના લાભ અને સુવિધાઓ આપે છે. આ વ્યાપારી સમજુતિ અંતર્ગત નિકાસ પર લાગતો ટેક્ષ પણ લેવાતો નથી. અને જો લેવાય છે તો ખુબ જ ઓછો. તેમાં આશિયાન સંગઠનના 10 દેશોની સાથો સાથ અન્ય 6 દેશોનો પણ સમાવેશ થાય છે. RCEPમાં શામેલ થવા પર ભારતના ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યાં હતાં. ખાસ કરીને ખેડૂત સંગઠનો તેનો સખત વાંધો ઉઠાવતા હતાં. ખેડૂતોનું કહેવુ હતું કે, જો આ સંધિ થશે તો દેશના એક તૃતિયાંશ બજાર પર ન્યૂઝિલેન્ડ, અમેરિકા અને યૂરોપિય દેશોનો કબજો થઈ જશે અને ભારતના ખેડૂતોને તેના ઉત્પાદનનો જે ભાવ મળી રહ્યો છે, તેમાં સખત ઘટાડો થશે. અખિલ ભારતીય કિસાન સંઘ સમન્વય સમિતિએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો ભારત RCEPની સંધિમાં શામેલ થશે તો દેશના કૃષિ ક્ષેત્ર પર તેની ભારે વિપરિત અસર થશે. એટલુ જ નથી ભારતનો ડેરી ઉદ્યોગ બરબાદ થઈ જશે.  જાણકારોનું કહેવુ કહેવું છે કે,RCEP સમજુતિ બાદ ભારતીય બજારોમાં ચીની સામાનની આયાત વધી જાત. ચીનનું અમેરિકા સાથે ટ્રેડ વૉર ચાલી રહ્યું છે જેથી ચીનનો મોટા પ્રમાણમાં માલ ભારતીય બજારોમાં ઠલવાત જેની ગંભીર અસર ભારતીય ઘરઘથ્થુ ઉત્પાદન પર પડત. જાહેર છે કે, આ સમજુતિ કરવા માટે સૌથી ઉતાવળુ પણ ચીન જ છે.  જોકે ભારતમાં દરેક સ્તરે થઈ રહેલા બહરે વિરોધના પગલે સરકારે આ સમજુતિ ના કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે નિષ્પક્ષ અને પારદર્શી કરારમાં જ શામેલ થશે. જ્યારે હવે ભારતે આ સમજુતિમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મોદી સરકારના આ નિર્ણયથી ભારતીય બજાર, વ્યાપારીઓ, ઉદ્યોગકારો, ખેડૂતો અને ઉત્પાદકોને હાસકારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com