મનપા દ્વારા સુકો ભીનો કચરો અલગથી રાખવાની સૂચના કમિશ્નર દ્વારા આપવામાં આવી તે અગાઉ ચર્ચામાં હતી પણ,બીજા કમિશનરો દ્વારા અમલ કરાવવામાં ધ્યાન આપ્યું ન્હોતું. ત્યારે કમિશ્નર ધવલ પટેલ દ્વારા કરેલો પ્રયત્ન સરાહનીય છે પણ, આ સંદર્ભે વસાહતીઓ જે ટેકસ ભરે છે તેનું વળતર પેટે વધારે નહી તો એક ડસ્ટબીન આપવું પણ જરૂરી છે.
મનપા દ્વારા કોરોનાની મહામારીમાં કરોડોના બેફામ થયેલા ખર્ચા અને જે બીલો મુકવામાં આવ્યાં તેમાં લોકો માલામાલ બની ગયા છે ત્યારે બસ સ્ટેન્ડો, બગીચા, વોલ- કમ્પાઉન્ડ, દીવાલો સેક્ટરની શું આ બધા ખર્ચની જરૂર હતી ખરી? પાંચ વર્ષ પહેલાં આપેલા ડસ્ટબીન પ્લાસ્ટિકના હતા જે પાંચ વર્ષમાં તૂટી પણ જાય.
GJ-18ખાતે મહાનગર પાલિકા દ્વારા સુકો ભીનો કચરો મૂકવા ડસ્ટબીનો આપવાનો નનૈયો ભણતા આખરે શહેર વસાહત મહાસંઘના સુપ્રિમો કેસરીસિંહ બિહોલા તથા સેક્ટરો દીઠ નિમેલા પ્રતિનિધિઓ ૧ લી સપ્ટેમ્બરથી સેકટરે સેકટરે જનઆંદોલન શરૂ કરવાનું અલટીમેટમ આપ્યું છે. મનપા દ્વારા ડસ્ટબીનો આપવાની ના પાડયા બાદ દરેક પ્રતિનિધિઓ લોકપ્રશ્નોને લઈને બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં કમિશ્નર ધવલ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વસાહતની બેઠકમાં એક સામાન્ય નાગરિક તરીકે જઈને ખાનગી ગાડીમાં ગયા હતા અને આ બાબતે સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારે અનેક પ્રતિનિધિઓનો સુર હતો કે હજારો રુપિયા દર વર્ષે ટેકસ ભરીયે છીએ અને ૫ વર્ષ પહેલાં જે ડસ્ટબીન એક જ આપવામાં આવી હતી તે પછી ડસ્ટબીન આપવામાં આવી નથી. તથા સુકો ભીનો કચરો અલગ તારવવાની જે વાત છે તે નિયમો મનપા દ્વારા લાવવામાં આવ્યા હોય તો મનપા ડસ્ટબીન આપે તેવો લોકોનો મત પ્રવર્તી રહ્યો છે. વસાહત મહાસંઘના સુપ્રિમો કેસરીસિંહ બિહોલાએ જણાવ્યું હતુ કે કરોડોનો ખર્ચ જે ખોટાં કરવામાં આવ્યા છે તે અટકાવીને તે ખર્ચ બચાવીને ડસ્ટબીન આપવા જાેઈએ. બગીચામાં રીનોવેશનનો ખર્ચ જે બતાવવામાં આવ્યો છે તે ખર્ચમાં નવા ૩ બગીચા બની જાય, તે ખર્ચના ભ્રષ્ટાચારની તપાસ થાય તો પણ પ્રજાનાં કરોડો રૂપિયા બચી શકે, સ્માર્ટ સીટી થકી કરોડોની ગ્રાન્ટો આવી રહી છે તેમાં થયેલા બેફામ ખર્ચ સામે પણ બિહોલાએ બ્યુંગ્લ ફૂંક્યું હતું. ત્યારે હવે રાજકીય પક્ષોમાં જે સત્તાધારી પાર્ટી હતી તેને ટેન્શન થઈ ગયું છે. પ્રજાનાં વિકાસના કામોમાં જે કામો થયાં તેમાં જે ભ્રષ્ટાચાર થયો તે છાપરે ચઢીને પોકારી રહ્યો છે અને તેમાં પાછું આ ડસ્ટબીનનું દંગલ આવતાં રાજકીય પક્ષોમા જે વિરોધપક્ષો છે તેમને તો ચિંતા નથી. પણ, શાસક પક્ષની ઉંઘ હરામ થઈ જાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.