પ્રજા માટેનો પ્રશ્ન બનશે ડસ્ટબીન?
કરોડોનો ટેક્સ ભરવા છતાં ૧૦૦ રૂપરડીની બે ડસ્ટબીન કેમ ન આપી શકો ? ; આપ.
GJ-18 મનપા દ્વારા સુકો ,ભીનો કચરો અલગ લેવાના ર્નિણયથી ભારે કમઠાણ સર્જાયુ છે. ત્યારે ચૂંટણી પહેલા આ ર્નિણય અચાનક લેવાથી શાસકપક્ષથી લઈને અન્ય રાજકીય પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો છે.ત્યારે આપ પાર્ટી દ્વારા સુકો ભીનો કચરાના સંદેર્ભ ડસ્ટબીન ઘરે-ઘરે પ્રજાને આપવા કરેલી રજુઆત સંદેર્ભ ડે. કમિશ્નરના દ્રારા જણાવાયું હતું કે વસાહતીઓ ૨૫ હજારના મોંઘાદાટ ફોન વાપરી શકે છે.તો ૧૦૦ રૂપિયાની ડસ્ટબીન ના ખરીદી શકે ? ત્યારે આપપાર્ટીના કાર્યકરે જણાવ્યું કે ,વસાહતીઓ દર વર્ષે હજારો રૂપિયાનો પ્રોપર્ટીનો ટેક્ષ ભરીએ છીએ, ત્યારે ૧૦૦ રૂપરડીની ડસ્ટબીન કેમ પ્રજાને આપવામાં ન આવે? તેમ કહીને હાલ મધપૂડો છંછેડાઇ ગયો છે. ત્યારે વસાહત મંડળ પણ પ્રજાના પ્રશ્ને જાેડતા કોગ્રેસ ,આપ પાર્ટીને ગરમા ગરમ ભજીયા એવા પ્રજાને પીરસવાના પ્રશ્નો હાલ ડસ્ટબિનમાં પીરસાઈ રહ્યા છે.
મનપાની ચૂંટણી જાે સપ્ટેમ્બરમાં યોજાયો હતો સ્થિતિ ડસ્ટબિન ની કેવી બને તેનો ચિત્તાર એક નેતાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને આ પ્રશ્નને હાલ મુલતવી રાખવાનું પણ જણાવ્યું છે, ત્યારે હવે આપ પાર્ટી, કોંગ્રેસને ડસ્ટબીન સૂકા-ભીના , કચરા ના નામથી ચૂંટણી લડે તો નવાઈ નહીં ,