લેબ ત્રીજા માળે અને લેબનો રિપોર્ટ લેવા જૂની સિવિલના પ્રથમ માળે જવાનું ત્યારે દરેક રિપોર્ટમાં પણ ઘણીવાર સ્ટાફ હાજર હોતો નથી. જેથી,પરેશાની દર્દીઓના સગાઓ ભોગવી રહ્યાં છે
GJ-18 ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લેબમાં રિપોર્ટ કરાવવા જાય ત્યારે લેબમાંથી GGLS સેમ્પલ લીધા બાદ જ્યાં મોકલવામાં આવે છે ત્યાં દર્દીઓને સમયસર રિપોર્ટ મળતો નથી અને ધક્કામુક્કી ખાઈને દર્દીઓ પરેશાન થઇ ગયા છે. પહેલાં લેબની સામેથી રિપોર્ટ જે બીજા દિવસે કેસ નોંધાયેલો હોય તે લેબની બારીએથી મળી જતો હતો. ત્યારે અહીંયા બધા જ રિપોર્ટમાં અલગ અલગ બારીએ જવું પડતું હોવાથી લોકો પરેશાન થઇ ગયા છે.
સિવિલ લેબમાં જે મોનીટરીંગ થવું જાેઈએ તે થતું નથી,ત્યારે ડોકટર જ્યારે લોકોને રિપોર્ટ લખી આપે ત્યારે દર્દી પોતે બ્લડ લેબમાં જતાં પહેલાં
GGLSનો રિપોર્ટ નોધાવવો પડતો હોય છે.અને પછી લેબમાં લોહી આપવામાં આવ્યા બાદ બીજા દિવસે આ રિપોર્ટ સિવિલ ખાતેના પ્રથમ માળે જૂની સિવિલમાં મળે છે ત્યારે દર્દીઓ જે ગામડામાંથી આવે છે તેમને ખબર હોતી નથી અને બિચારી અભણ પ્રજા ધક્કામુક્કી ખાઈને કંટાળી જાય છે.ત્યારે પહેલા જે જગ્યાએથી નોંધાવવામાં આવે તે જગ્યાએથી રિપોર્ટ આપવામાં આવતો હતો. તે યોગ્ય હતો. અને પ્રજાને હેરાનગતિ હાલ તો વધી રહી છે ત્યારે બીમારીમાં પટકાયેલા દર્દીઓ અને તેમના સગાઓ આમતેમ ધક્કામુક્કી ખાઈને થાકી જતા હોય છે. જેથી, સત્વરે આ ચાલતી લાલિયાવાડી અને ધક્કામુક્કીવાડી પર લગામ આવે તે જરૂરી છે.